બોટાદ : રાણપુરનો 80 વર્ષ જૂનો ભાદર નદી પરનો બ્રિજ જીવલેણ અકસ્માત નોતરી શકે છે.
Published on: 11th July, 2025
બોટાદના રાણપુરમાં ભાદર નદી પરનો 80 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં છે, છતાં ઉપયોગ ચાલુ છે. રાણપુર શહેર અને ગામડાઓને જોડતા આ માર્ગ પરથી હજારો લોકો અવર જવર કરે છે. બ્રિજની સ્થિતિ દયનીય હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે અને લોખંડના સળિયા ખુલ્લા દેખાય છે. તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી.

Published on: July 11, 2025