હિંમતનગરના પાણપુર ગામની ખાણમાં ડૂબી ગયેલા સવગઢના મેહુલભાઈ રાવતની લાશ મળી
હિંમતનગરના પાણપુર ગામની ખાણમાં ડૂબી ગયેલા સવગઢના મેહુલભાઈ રાવતની લાશ મળી
Published on: 08th October, 2026

હિંમતનગર નજીક પાણપુર ગામની ખાણમાં ડૂબી ગયેલા સવગઢના યુવક મેહુલભાઈ રાવતની લાશ તરવૈયાઓએ બુધવારે મળસ્કે બહાર કાઢી હતી. મંગળવારે બપોર બાદ યુવક ખાણના પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં સરપંચે ફાયર બ્રિગેડ, 108 અને પોલીસને જાણ કરી હતી. ટીમોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં કિનારા પરથી તેના ચંપલ મળી આવ્યા હતા. મોડી સાંજ સુધી યુવક ન મળતાં ફાયરની ટીમ પરત ફરી હતી, પરંતુ બીજા દિવસે લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. યુવકના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.