ભુજ: રાજેન્દ્ર બાગની દિવાલ પરથી યુવકે હમીરસર તળાવમાં કૂદકો માર્યો, ફાયર વિભાગને માત્ર મૃતદેહ મળ્યો.
ભુજ: રાજેન્દ્ર બાગની દિવાલ પરથી યુવકે હમીરસર તળાવમાં કૂદકો માર્યો, ફાયર વિભાગને માત્ર મૃતદેહ મળ્યો.
Published on: 03rd August, 2025

ભુજના હમીરસર તળાવમાં ૨૦ વર્ષીય રુતિક ગુલામ નટ નામના યુવકે અગમ્ય કારણોસર છલાંગ લગાવી. ફાયર વિભાગે એક કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો. ભુજ એ ડિવિઝન પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને GK હોસ્પિટલ ખસેડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ફાયર વિભાગના સ્ટાફ અને તાલીમી સ્ટાફ બચાવ કામગીરીમાં સામેલ થયા. ઘટનાને પગલે હમીરસર તળાવના કિનારે લોકો એકત્રિત થયા.