ઉમરેઠના બેચરી ગામે રાતોરાત 3 ઘર અને દુકાનમાં ચોરી, 4.11 લાખની મત્તાની ચોરી.
ઉમરેઠના બેચરી ગામે રાતોરાત 3 ઘર અને દુકાનમાં ચોરી, 4.11 લાખની મત્તાની ચોરી.
Published on: 13th March, 2026

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામે તસ્કરોએ ત્રણ મકાનો અને એક દુકાનને નિશાન બનાવી 4,11,500 રૂપિયાની ચોરી કરી. તસ્કરોએ 30 કિલોગ્રામ ચોખાનો કટ્ટો અને બુલેટ બાઈકના હોર્નની પણ ચોરી કરી. પોલીસે FSL ટીમ સાથે તપાસ હાથ ધરી, CCTV ફૂટેજમાં કારમાં ફરાર થયાનું જણાયું.