'વિરુષ્કા' વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા: RCBની જીત બાદ ભક્તિભાવ
'વિરુષ્કા' વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા: RCBની જીત બાદ ભક્તિભાવ
Published on: 02nd June, 2026

ક્રિકેટર વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા IPL ટાઇટલ જીત્યા બાદ વૃંદાવન પહોંચ્યા. ત્યાં તેમણે કેલી કુંજ આશ્રમમાં સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. વિરાટે કપાળ પર ચંદન લગાવ્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ કપલ સાતમી વખત સંત પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યું હતું. આ પહેલાં પણ તેઓ અનેક પ્રસંગોએ તેમના આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે.