'પેદ્દી'ની સફળતા માટે જાહ્નવી કપૂરની માનતા
'પેદ્દી'ની સફળતા માટે જાહ્નવી કપૂરની માનતા
Published on: 04th June, 2026

‘પેડ્ડી’ ફિલ્મની સફળતા માટે જાહ્નવી કપૂર આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરે પહોંચ્યા. તેણે VIP સુવિધાઓ છોડી, સામાન્ય ભક્તોની જેમ ખુલ્લા પગે 3,550 સીડીઓ ચડી માનતા પૂરી કરી. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચાહકોએ તેની ભક્તિની પ્રશંસા કરી. જાહ્નવીએ તેની માતા શ્રીદેવીની જેમ જ તિરુપતિ બાલાજીમાં અતૂટ શ્રદ્ધા દર્શાવી. આ ફિલ્મ જાહ્નવીની બીજી મોટી તેલુગુ ફિલ્મ છે જેમાં તે રામચરણ સાથે દેખાઈ રહી છે.