સૂર્યકુમાર યાદવ T-20 કેપ્ટનપદ ગુમાવી શકે છે!
સૂર્યકુમાર યાદવ T-20 કેપ્ટનપદ ગુમાવી શકે છે!
Published on: 04th June, 2026

ભારતીય T-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને પદ પરથી હટાવવામાં આવી શકે છે અને Team માં તેમનું સ્થાન પણ જોખમમાં છે. આગામી આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસો પહેલા, BCCI અને પસંદગી સમિતિ નવા કેપ્ટન પર વિચાર કરી રહી છે. તાજેતરમાં જ તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે T-20 વર્લ્ડકપ જીત્યો હોવા છતાં, 2028 T-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાઈ શકે છે. આ IPL માં સૂર્યાનું પ્રદર્શન 270 રન સુધી સીમિત રહ્યું હતું.