'મુન્નાભાઈ MBBS' ફેમ અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો: કિસિંગ સીનમાં હીરો કરાવતો રીટેક
'મુન્નાભાઈ MBBS' ફેમ અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો: કિસિંગ સીનમાં હીરો કરાવતો રીટેક
Published on: 04th June, 2026

'મુન્નાભાઈ MBBS' ફેમ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયા બાપટે પોતાના કરિયરની શરૂઆતની એક કડવી યાદ શેર કરી છે. તેમણે જણાવ્યું કે, એક ફિલ્મમાં કિસિંગ સીન દરમિયાન એક હીરો તેમને વારંવાર અસ્વસ્થતા અનુભવવા મજબૂર કરતો હતો. પ્રિયાએ જણાવ્યું કે, તે સમયે કરિયરની શરૂઆત હોવાથી તેમને આવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે સમજાતું નહોતું. તેમની મરજી વિરુદ્ધ હીરો દ્વારા સીનને ઈમ્પ્રુવાઈઝ કરાવવામાં આવતો હતો. કામ પૂરું થયા બાદ પણ હીરો સંપર્ક કરવાનો પ્રયાસ કરતો રહ્યો.