જાણીતી અભિનેત્રીની 9 વર્ષે ચોંકાવનારી કબૂલાત, ટ્રોલિંગ બાદ આપી સ્પષ્ટતા
જાણીતી અભિનેત્રીની 9 વર્ષે ચોંકાવનારી કબૂલાત, ટ્રોલિંગ બાદ આપી સ્પષ્ટતા
Published on: 04th June, 2026

જાણીતી અભિનેત્રી શિલ્પા શિંદેએ કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના પોડકાસ્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે વર્ષ 2016માં 'ભાભીજી ઘર પર હૈ!'ના પ્રોડ્યુસર સંજય કોહલી પર લગાવેલા જાતીય સતામણીના આરોપો ખોટા હતા તેવી કબૂલાત કરી છે. આ ક્લિપ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર તેમની ધરપકડની માંગ ઉઠી છે. આ ટ્રોલિંગ બાદ શિલ્પા શિંદેએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી સ્પષ્ટતા આપી છે કે આ કબૂલાત પાછળ કોઈ આર્થિક ફાયદો મેળવવાનો ઈરાદો નહોતો.