હાર્દિક સાથે અણબનાવની અટકળો વચ્ચે કૃણાલ પંડ્યાનું સ્પષ્ટતા: "પંડ્યા પરિવાર પાસે 10 ટ્રોફી છે"
હાર્દિક સાથે અણબનાવની અટકળો વચ્ચે કૃણાલ પંડ્યાનું સ્પષ્ટતા: "પંડ્યા પરિવાર પાસે 10 ટ્રોફી છે"
Published on: 04th June, 2026

ભારતીય ક્રિકેટ જગતમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા વચ્ચે ખરાબ સંબંધો હોવાની અફવાઓ પર કૃણાલે પૂર્ણવિરામ મૂક્યો છે. તાજેતરમાં IPL 2026ની ટ્રોફી જીતનાર કૃણાલે જણાવ્યું કે, બંને ભાઈઓ વચ્ચે હંમેશા ક્રિકેટને લઈને તંદુરસ્ત ચર્ચાઓ થાય છે. તેમણે કહ્યું કે, "સ્વાભાવિક છે કે અમે બંને સાથે રમ્યા છીએ. ટેક્ટિકલ અને ટેકનિકલ બાબતોને લઈને અમારી વચ્ચે હંમેશાં ક્રિકેટ પર ખૂબ જ તંદુરસ્ત અને સારી ચર્ચાઓ થાય છે, જે અમને બંનેને એક ખેલાડી તરીકે બહેતર બનવામાં મદદ કરે છે." પંડ્યા પરિવાર પાસે કુલ 10 IPL ટ્રોફી હોવાનો ઉલ્લેખ કર્યો, જેમાં બંને ભાઈઓ પાસે 5-5 ટ્રોફી છે.