વડોદરાના સાંઢા ગામે ધો.8 બાદ શાળા છોડનાર દીકરીઓને Back to School અભિયાન હેઠળ ફરી શાળામાં જોડાઈ
વડોદરાના સાંઢા ગામે ધો.8 બાદ શાળા છોડનાર દીકરીઓને Back to School અભિયાન હેઠળ ફરી શાળામાં જોડાઈ
Published on: 10th July, 2026

પાદરા તાલુકાના સાંઢા ગામે ધોરણ 8 પછી શિક્ષણ છોડી દેનાર 4 વિદ્યાર્થિનીઓ અને તેમના પરિવારોને Back to School અભિયાન હેઠળ સમજાવીને ફરી શાળામાં લાવવામાં આવ્યા. વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોએ ઘરે જઈ શિક્ષણનું મહત્વ સમજાવ્યું. પરિણામે, આ દીકરીઓએ ધોરણ 9 માં પ્રવેશ મેળવી પોતાનું ભણતર ફરી શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્ય સરકારના આ પ્રયાસથી ડ્રોપઆઉટ બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવામાં સફળતા મળી છે.