ભાવનગરની ગાંધી મહિલા કોલેજમાં યુવા સાયબર જાગૃતિ વર્કશોપ યોજાયો.
ભાવનગરની ગાંધી મહિલા કોલેજમાં યુવા સાયબર જાગૃતિ વર્કશોપ યોજાયો.
Published on: 21st March, 2026

ગાંધી મહિલા કોલેજમાં “યુવા સાયબર જાગૃતિ વર્કશોપ” યોજાયો, જેમાં વિદ્યાર્થિનીઓને સાયબર સુરક્ષા અંગે માહિતગાર કરાઈ. ASI હિરલબેન રાઠોડ અને તુલસીભાઈ પરમારે સાયબર અપરાધોથી સાવચેત રહેવા, માહિતીનું સંરક્ષણ કરવા અને ઓનલાઈન ફ્રોડથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું. 229 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો. Dr. અશોકભાઈ પુરોહિત અને પ્રો. વિજયભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા. આ વર્કશોપ cyber સુરક્ષા માટે જાગૃતિ વધારવામાં મદદરૂપ થયો.