પેપર મિલની દુર્ગંધથી 4 ગામની 5 શાળાનું શિક્ષણ ઠપ
પેપર મિલની દુર્ગંધથી 4 ગામની 5 શાળાનું શિક્ષણ ઠપ
Published on: 22nd August, 2026

મહેસાણાના સામેત્રા-મરેડા સ્થિત ટ્વીલાઇટ ક્રાફ્ટ પેપર મિલમાંથી આવતી તીવ્ર દુર્ગંધને કારણે બાળકોને ચક્કર, માથાનો દુખાવો અને ઉલટી જેવી સમસ્યાઓ થઈ રહી છે. આ પરિસ્થિતિના પગલે વાલીઓએ તેમના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે, જેના પરિણામે 4 ગામની 5 શાળાઓમાં 757 વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. એકમ કસોટીઓ પણ આ દુર્ગંધના કારણે યોજાઈ શકી નથી. શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને સમજાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા મૌન સેવવામાં આવ્યું છે.