સુરતની 5 ITI હાઇટેક બનશે, જેમાં મહિલા ITIનો સમાવેશ
સુરતની 5 ITI હાઇટેક બનશે, જેમાં મહિલા ITIનો સમાવેશ
Published on: 08th March, 2026

વિશ્વ મહિલા દિવસે, સુરતની દીકરીઓ માટે ટેકનિકલ શિક્ષણમાં સુવર્ણ યુગની શરૂઆત! PM SETU યોજના હેઠળ સુરત જિલ્લાની 5 સરકારી ITIની પસંદગી થઈ છે. મજૂરાગેટ ITI ‘હબ’ બનશે, જ્યારે ભીમરાડ, સચિન, હજીરા અને બારડોલી ITI ‘સ્પોક’ બનશે. આ ITI ‘આત્મનિર્ભર ભારત’ માટે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ જેવા નવા કોર્સ શરૂ કરશે અને ઉદ્યોગો સાથે જોડાઈને વિદ્યાર્થીઓને ‘રેડી-ટૂ-વર્ક’ ટ્રેનિંગ આપશે.