કેશોદ-સોંદરડા બાયપાસ પાસે કારે બાઇક ચાલકને અડફેટે લીધો:બંને વાહનોનો કચ્ચરઘાણ; મહારાષ્ટ્રના યાત્રાળુઓ સહિત 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત
કેશોદ-સોંદરડા બાયપાસ પાસે કારે બાઇક ચાલકને અડફેટે લીધો:બંને વાહનોનો કચ્ચરઘાણ; મહારાષ્ટ્રના યાત્રાળુઓ સહિત 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Published on: 09th March, 2026

જૂનાગઢના કેશોદ બાયપાસ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગિરનારથી સોમનાથ જઈ રહેલા મહારાષ્ટ્રના પરિવારની કારે બાઈક સવારને અડફેટે લેતા ૮થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તમામને હોસ્પિટલ ખસેડાયા છે, જેમાં બાઈક ચાલકની હાલત નાજુક છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ક્રેઈન દ્વારા વાહનો ખસેડી હાઈવે પરનો ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.