દાહોદના લીમખેડાના પરમારના ખાખરીયા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ
દાહોદના લીમખેડાના પરમારના ખાખરીયા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ
Published on: 10th July, 2026

લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાંથી 16વિદ્યાર્થીએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભુરીયા ભાવેશ અને પલાસ ભાવેશને સરખા મત મળતા સંયુક્ત વિજેતા જાહેર કરાયા હતાં. તેમજ ધોરણ 8ની વિદ્યાર્થીની માવી વૈભવી બીજા ક્રમે વિજેતા રહી હતી. જેને છોકરીઓની L.R. તરીકે વિજેતા જાહેર કરાઈ હતી.