છોટાઉદેપુરના નસવાડીની નવગામ શાળાની વિદ્યાર્થિની રિંકલ રાઠવા DLSS યોજનામાં પસંદ
છોટાઉદેપુરના નસવાડીની નવગામ શાળાની વિદ્યાર્થિની રિંકલ રાઠવા DLSS યોજનામાં પસંદ
Published on: 10th July, 2026

નસવાડી તાલુકાના નવગામ પ્રાથમિક શાળાની ધો.5ની વિદ્યાર્થિની રિંકલબેન નવીન રાઠવાએ વડોદરામાં યોજાયેલી યંગ ટેલેન્ટ ટેસ્ટ-2026માં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રાજ્ય સરકારની પ્રતિષ્ઠિત DLSS (District Level Sports School) યોજના હેઠળ શ્રી છોટુભાઈ એ. પટેલ લર્નિંગ ઇન્સ્ટિટયૂટ, મોટા ફેફ્ળિયા (શિનોર) ખાતે સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ બદલ રિંકલ રાઠવાને વાર્ષિક રૂા. 2.50લાખ સુધીની ફી, પાઠયપુસ્તકો, ગણવેશ, દફતર, કિટ, હોસ્ટેલ, પૌષ્ટિક ભોજન, નિષ્ણાંત કોચિંગ, AC સેકન્ડ ક્લાસ રેલવે મુસાફરી, રૂા. 2,500નું સ્ટાઇપેન્ડ અને રૂા. 2.50 લાખ સુધીનું મેડિક્લેમ કવર જેવી અનેક સુવિધાઓ વિનામૂલ્યે મળશે.