સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુની ગરબા આયોજકો સાથે બેઠક
સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુની ગરબા આયોજકો સાથે બેઠક
Published on: 08th October, 2026

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આગામી નવરાત્રિ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ગરબા અને પાર્ટી પ્લોટના આયોજકો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે આયોજકોને ગરબા સ્થળો પર મહિલાઓ સાથે સભ્ય વર્તન, ફાયર સેફ્ટી, ફૂડ સેફ્ટી, પૂરતી લાઇટિંગ, બેકઅપ જનરેટર, યોગ્ય પાર્કિંગ અને ઇમરજન્સી ગેટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો. પોલીસ વડાએ સ્પષ્ટ કર્યું કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોઈ પણ વ્યક્તિનું સ્વાગત કે મહિમામંડન કરનાર આયોજકો સામે કાયદેસર કાર્યવાહી કરી પાર્ટી પ્લોટ બંધ કરાવાશે. લાઈસન્સ ધરાવતા હથિયારો સાથે ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ કે પ્રદર્શન પર પણ પ્રતિબંધ રહેશે.