પોલીસે 'લૂંટેરી દુલ્હન' ગેંગની એક સાગરિત મહિલાને પકડી
પોલીસે 'લૂંટેરી દુલ્હન' ગેંગની એક સાગરિત મહિલાને પકડી
Published on: 13th March, 2026

ગુજરાતમાં લગ્ન કરાવી આપવાના બહાને યુવાનોને ફસાવી લૂંટતી 'લૂંટેરી દુલ્હન' ગેંગ સક્રિય છે. શંખેશ્વરમાં, પોલીસે આવી જ એક ગેંગની સાગરિત, આશાબેન નામની ફરાર મહિલાને પંચાસર પાસેથી પકડી. આ ગેંગે બે યુવાનો પાસેથી લગ્નના બહાને આશરે 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. પોલીસે 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.