AMTS બસમાં વૃદ્ધાના 4 લાખની સોનાની બંગડીઓ ચોરાઈ
AMTS બસમાં વૃદ્ધાના 4 લાખની સોનાની બંગડીઓ ચોરાઈ
Published on: 10th July, 2026

અમદાવાદની AMTS બસમાં મુસાફરી દરમિયાન એક વૃદ્ધાના પર્સમાંથી અંદાજે 4 લાખ રૂપિયાની કિંમતની સોનાની ચાર બંગડીઓ ચોરાઈ ગઈ છે. નવા વાડજ AMTS બસ સ્ટેશન પાસે બસ બદલવા ઉતરેલા વૃદ્ધ મહિલાના પર્સમાંથી ચોરે ભીડનો લાભ ઉઠાવી આ ચોરી કરી હતી. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે CCTV ફૂટેજ અને બસ રૂટના આધારે તપાસ હાથ ધરી છે. ચાલુ બસમાં થયેલી આ ઘટના મુસાફરો માટે ચિંતાનો વિષય બની છે.