વ્યાજખોરોએ જમીનનો દસ્તાવેજ કરાવી 14 લાખ પડાવી લીધા,
વ્યાજખોરોએ જમીનનો દસ્તાવેજ કરાવી 14 લાખ પડાવી લીધા,
Published on: 10th July, 2026

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના વચલી ફળી વિસ્તારમાં ખાવડીયા પરિવારની 18 વીઘા જમીન પચાવી પાડવા અને ઊંચા વ્યાજની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વ્યાજખોરોના ત્રાસમાંથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ મુક્તિ અપાવી ન્યાય કર્યો છે. એક પાર્ટીએ વૃદ્ધાવસ્થાનો લાભ લઈ દસ્તાવેજ કરાવ્યા બાદ, સમાધાન પેટે 14 લાખ ચૂકવ્યા હતા. પરંતુ હવે આ શખ્સો 14 લાખ ઉપરાંત 10 વર્ષનું વ્યાજ માંગી જમીન સસ્તામાં લખી આપવા દબાણ કરી રહ્યા હતા. પીડિત પરિવારે પોલીસ વડા સમક્ષ ન્યાયની ગુહાર લગાવતા, ત્વરિત પગલાં ભરી ગરીબ પરિવારોને ન્યાય અપાવવામાં આવ્યો.