સુરતમાં ડુપ્લીકેટ તુલસી અને રજનીગંધા પાનમસાલાનું કારખાનું ઝડપાયું; એસેન્સ ઉપયોગ કરી બ્રાન્ડેડ જેવી સ્મેલ લાવતા.
સુરતમાં ડુપ્લીકેટ તુલસી અને રજનીગંધા પાનમસાલાનું કારખાનું ઝડપાયું; એસેન્સ ઉપયોગ કરી બ્રાન્ડેડ જેવી સ્મેલ લાવતા.
Published on: 05th August, 2025

સુરતમાં નકલી શેમ્પુ બાદ, તુલસી અને રજનીગંધાના ડુપ્લીકેટ પાનમસાલાનું રેકેટ ઝડપાયું. પોલીસે 10 લાખના કાચામાલ સાથે એક યુવકની ધરપકડ કરી. ડુપ્લીકેટમાં બ્રાન્ડેડ જેવી સ્મેલ માટે એસેન્સ વપરાતું. આ ફેકટરી જયેશ પડસાળાની હોવાનું જાણવા મળ્યું, જે પોતાની નાઇન્થ રોક બ્રાન્ડની આડમાં આ કામ કરતો હતો. કંપનીએ ઓનલાઈન વેચાણને ટ્રેસ કરી આ રેકેટ પકડ્યું.