રેનોની કારોના ભાવમાં વધારો: 1 જાન્યુઆરીથી ક્વિડ, ટ્રાઇબર અને કાઇગર મોંઘી થશે; 31 ડિસેમ્બર સુધી બુકિંગ પર જૂનો ભાવ.
રેનોની કારોના ભાવમાં વધારો: 1 જાન્યુઆરીથી ક્વિડ, ટ્રાઇબર અને કાઇગર મોંઘી થશે; 31 ડિસેમ્બર સુધી બુકિંગ પર જૂનો ભાવ.
Published on: 31st December, 2025

રેનો ઇન્ડિયા દ્વારા પણ કારોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. 1 જાન્યુઆરી, 2026થી રેનોની કારોના ભાવ 2% સુધી વધશે, કારણ કે ઇનપુટ કોસ્ટ વધી ગયો છે. ભારતમાં ક્વિડ, ટ્રાઇબર અને કાઇગર વેચાઈ રહી છે. 31 ડિસેમ્બર, 2025 સુધી બુકિંગ કરનારાને જૂની કિંમતોનો લાભ મળશે. GST 2.0ના કારણે મારુતિ અને ટાટાની સરખામણીમાં રેનોની ગાડીઓ બજેટમાં રહેશે. 2026 માં બે નવી SUV લોન્ચ થશે, જેમાં ન્યૂ-જનરેશન ડસ્ટર પણ હશે.