ગુજરાતની ફરસાણ ફેક્ટરીઓ માટે પેકેજ્ડ ગાંઠિયા-ચેવડા પર 'લાલ લેબલ' અનિવાર્ય બનશે
ગુજરાતની ફરસાણ ફેક્ટરીઓ માટે પેકેજ્ડ ગાંઠિયા-ચેવડા પર 'લાલ લેબલ' અનિવાર્ય બનશે
Published on: 13th September, 2026

ગુજરાતના પેકેજ્ડ ફૂડ ઉદ્યોગમાં FSSAI ના નવા નિયમો હેઠળ મોટી હલચલ મચી ગઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, પેકેજ્ડ ફૂડ પર લાલ રંગનું ષટ્કોણ આકારનું ચેતવણી લેબલ લગાવવું ફરજિયાત બની શકે છે. જો કોઈ પ્રોડક્ટમાં ખાંડ, મીઠું કે ફેટ નિર્ધારિત મર્યાદાથી વધુ હશે, તો તેના પેકેટ પર 'High Salt' કે 'High Fat' જેવી હેલ્થ વોર્નિંગ છાપવી પડશે. આ નિયમોને પગલે 15,000 કરોડ રૂપિયાના વિશાળ નમકીન ઉદ્યોગ પર અસર થવાનો ડર છે, જેનાથી વેપારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.