સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો
Published on: 13th September, 2026

છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વીતેલા સપ્તાહ દરમિયાન ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે, જે તેના સર્વોચ્ચ સ્તરથી રૂ. 1.85 લાખથી પણ વધુ સસ્તી થઈ ગઈ છે. 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 2,946 ઘટીને રૂ. 1,51,938 થયું છે, જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ. 6,536 ગબડીને રૂ. 2,28,920 પર બંધ રહી છે. MCX પર પણ ચાંદી ભયાનક રીતે ગબડી છે.