માવઠાથી શાકભાજીની આવક ઘટતા ભાવ વધ્યા, ગૃહિણીના બજેટ પર અસર; શિયાળામાં શાકભાજી મોંઘી થતા લોકો પરેશાન.
માવઠાથી શાકભાજીની આવક ઘટતા ભાવ વધ્યા, ગૃહિણીના બજેટ પર અસર; શિયાળામાં શાકભાજી મોંઘી થતા લોકો પરેશાન.
Published on: 05th November, 2025

ભાવનગર જિલ્લામાં કમોસમી માવઠાથી ખેડૂતોને નુકસાન અને શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ મોંઘવારીથી પરેશાન છે. વરસાદથી કપાસ, મગફળી, ડુંગળી સાથે શાકભાજીને નુકસાન થયું છે, જેથી આવક ઘટતા ભાવ વધ્યા છે. રિપલ સલીયા(ગૃહિણી) ના જણાવ્યા અનુસાર, ગરીબ અને મધ્યમ વર્ગને શાકભાજી લેતા પહેલા વિચાર કરવો પડે છે. વેપારી ધર્મેશ ધાપાના જણાવ્યા અનુસાર માવઠાના હિસાબે શાકભાજીનું 80-90% ધોવાણ થતા ભાવમાં 50-60% નો વધારો થયો છે.