AMC દ્વારા થલતેજ, સોલા, બોડકદેવ સહિત 15 વિસ્તારોના પ્લોટ 1980 કરોડમાં વેચવા કાઢ્યા
AMC દ્વારા થલતેજ, સોલા, બોડકદેવ સહિત 15 વિસ્તારોના પ્લોટ 1980 કરોડમાં વેચવા કાઢ્યા
Published on: 10th July, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તેના બજેટને પહોંચી વળવા માટે 1980 કરોડ રૂપિયામાં 15 કિંમતી પ્લોટ વેચી રહી છે. આ પ્લોટ થલતેજ, સોલા, બોડકદેવ, ચાંદખેડા, ગોતા, મોટેરા, વટવા જેવા વિસ્તારોમાં આવેલા છે. કુલ 15 પ્લોટમાંથી 8 કમર્શિયલ અને 7 રહેણાંક હેતુ માટે છે. સાયન્સ સિટી રોડ પરના પ્લોટથી AMCને સૌથી વધુ 345 કરોડ રૂપિયા મળવાની અપેક્ષા છે. આ પ્લોટની પ્રતિ ચોરસ મીટર બેઝ પ્રાઈઝ 40 હજારથી 3.10 લાખ રૂપિયા સુધી નક્કી કરાઈ છે.