** મુંબઈને બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી નોઈડાથી અરેસ્ટ, વોટ્સએપ પર 400 કિલો RDXથી ભરેલા 34 વાહનો હોવાનો દાવો કર્યો.
** મુંબઈને બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી નોઈડાથી અરેસ્ટ, વોટ્સએપ પર 400 કિલો RDXથી ભરેલા 34 વાહનો હોવાનો દાવો કર્યો.
Published on: 06th September, 2025

** મુંબઈમાં ગણેશ ઉત્સવ દરમિયાન બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી નોઈડાથી અરેસ્ટ થયો. આરોપી અશ્વિન કુમાર સુપ્રા પટનાનો વતની છે, નોઈડામાં જ્યોતિષનો અભ્યાસ કરતો હતો. તેણે વોટ્સએપ પર લખ્યું કે લશ્કર-એ-જેહાદીના આતંકવાદીઓએ 34 વાહનોમાં 400 કિલો RDX ફીટ કર્યું છે અને તેઓ મોટો બ્લાસ્ટ કરવાના છે. પોલીસે ફોન જપ્ત કર્યો છે. થાણેમાં રેલવે સ્ટેશન ઉડાવી દેવાની ધમકી આપનાર પણ પકડાયો.