ભારતમાં વરસાદનું તાંડવ: પંજાબ અને દિલ્હીમાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ લીધું, ભારે તબાહી મચાવી.
ભારતમાં વરસાદનું તાંડવ: પંજાબ અને દિલ્હીમાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ લીધું, ભારે તબાહી મચાવી.
Published on: 06th September, 2025

દેશમાં ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ છે, દિલ્હીમાં યમુના નદીએ રૌદ્ર સ્વરૂપ લીધું છે. પંજાબમાં 1900થી વધુ ગામડાઓ ડૂબી ગયા અને 3.84 લાખ લોકો પ્રભાવિત થયા છે. લુધિયાણામાં સતલજ નદીના જળસ્તર વધવાથી પૂરનો ભય ગંભીર બન્યો છે. 4 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના 14 જિલ્લાઓમાં 43 લોકોના મોત થયા છે. દિલ્હીમાં યમુના નદીનું પાણી યમુના મયુર વિહાર અને અક્ષરધામ સુધી પહોંચી ગયું છે. મદદ માટે સેના અને NDRFની ટીમ તૈનાત છે.