સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ: મીની વાવાઝોડાથી કેરીના પાકમાં 40% નુકશાન.
સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ: મીની વાવાઝોડાથી કેરીના પાકમાં 40% નુકશાન.
Published on: 21st March, 2026

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર સહિત જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવનથી ખેતીવાડીને નુકસાન થયું છે. ખાસ કરીને કેરી, કેળા, ચીકુ જેવા બાગાયતી પાકોમાં ભારે નુકસાન થયું છે અને સૌરાષ્ટ્રના ભાવનગર જેવા જિલ્લામાં 42 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં આંબાનું વાવેતર થયેલું છે. જેના લીધે ખેડૂતોને આર્થિક રીતે પણ મોટો ફટકો પડ્યો છે. ભાવનગર જિલ્લામાં 4000 ટન કેરીનું ઉત્પાદન થાય છે, જેમાં 40% જેટલું નુકશાન થયું છે.