જાંબુઘોડાના આદિવાસી પરિવારોમાં મહુડાના ફૂલની સીઝન શરૂ થતા ખુશીનો માહોલ.
જાંબુઘોડાના આદિવાસી પરિવારોમાં મહુડાના ફૂલની સીઝન શરૂ થતા ખુશીનો માહોલ.
Published on: 23rd March, 2026

પંચમહાલ અને જાંબુઘોડાના આદિવાસી પરિવારો માટે મહુડાના ફૂલ આશીર્વાદરૂપ છે. મહુડાના ફૂલો પડવાની શરૂઆત થતા આનંદ છવાયો છે, જે આખા વર્ષની રોજી આપે છે. ગત વર્ષે એક ક્વિન્ટલનો ભાવ 5200થી 5400 રૂા. હતો. આ ફૂલ ઔષધીઓ, દેશી દવા અને દારૂમાં વપરાય છે. આદિવાસીઓ મહુડાની ડોળીમાંથી તેલ બનાવે છે, જે ખાવામાં, માલિશમાં, સાબુ તેમજ શેમ્પુ બનાવવામાં વપરાય છે.