Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
વિશ્વ દૂધ દિન
વિશ્વ દૂધ દિન

આપણે જાણીએ છીએ કે દૂધ એ સંપૂર્ણ અને સમતોલ આહાર છે. તેથી જ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે દૂધ મહત્ત્વનો ભાગ ભજવે છે. સૌ પ્રથમવાર 2001માં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) દ્વારા વિશ્વ દૂધ દિન ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉજવણી માટે 1 જૂનની જ પસંદગી કરવામાં આવી કારણ કે ઘણા દેશો પહેલીથી જ આ દિવસને 'દૂધ દિન' તરીકે ઊજવતા હતા. દૂધને વૈશ્વિક ખોરાક તરીકેનું મહત્ત્વ આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિન ઊજવવામાં આવે છે. આ દિનની ઉજવણીનો મુખ્ય હેતુ ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની તક પૂરી પાડવાનો છે. તેમજ પશુપાલન દ્વારા લોકોની આજીવિકામાં ડેરી ક્ષેત્રના યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે. દૂધ એ પૃથ્વી પર સૌથી વધુ વ્યાપકપણે ઉત્પાદિત ખાદ્ય ચીજવસ્તુઓ પૈકી એક છે. દૂધ માનવને જરૂરી 22 પોષક તત્ત્વોમાંથી 18 પોષક તત્ત્વો પૂરાં પાડે છે. ગુજરાતમાં દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલાં એકમોમાં અમૂલ (આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ) ડેરી મુખ્ય છે. અમૂલ એક સહકારી દૂધમંડળીઓનો સંઘ છે. જેની સ્થાપના 1946માં થઈ હતી. જે સહકારી ક્ષેત્રે ચાલતી લાંબાગાળાની સફળ સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. આ સંસ્થા સહકારી રીતે દૂધ ઉત્પાદન કરતા લાખો લોકોની માલિકીની સંસ્થા છે. અમૂલ વિશ્વની સૌથી વધુ દૂધના પાઉચ બનાવતી બ્રાન્ડ છે.

01st June

Read more
વિશ્વ દૂધ દિન
01st June

આપણે જાણીએ છીએ કે દૂધ એ સંપૂર્ણ અને સમતોલ આહાર છે. તેથી જ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે દૂધ મહત્ત્વનો ભાગ ભજવે છે.


સૌ પ્રથમવાર 2001માં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) દ્વારા વિશ્વ દૂધ દિન ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉજવણી માટે 1 જૂનની જ પસંદગી કરવામાં આવી કારણ કે ઘણા દેશો પહેલીથી જ આ દિવસને 'દૂધ દિન' તરીકે ઊજવતા હતા. દૂધને વૈશ્વિક ખોરાક તરીકેનું મહત્ત્વ આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિન ઊજવવામાં આવે છે.


આ દિનની ઉજવણીનો મુખ્ય હેતુ ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન...

Read more
વિશ્વ સાઇકલ દિન
વિશ્વ સાઇકલ દિન

રોજિંદા જીવનમાં સાઇકલના ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂનને વિશ્વ સાઇકલ દિન (વર્લ્ડ બાઇસિકલ ડે) તરીકે ઊજવવામાં આવે છે. સત્તાવારરૂપે પહેલીવાર વિશ્વ સાઇકલ દિન ૩ જૂન, 2018ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ઊજવવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્લ્ડ સાઇકલ ડેની ઉજવણી દ્વારા સાયકલને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તેમજ વિકાસ નીતિઓ-કાર્યક્રમોમાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ સભ્ય દેશોને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય, સુખાકારીને મજબૂત કરવા માટે સમાજના તમામ સભ્યોમાં સાઇકલની સવારીને પ્રોત્સાહિત કરવાનો છે. સાઇકલ શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણ (Environment) અને અર્થવ્યવસ્થા (Economy) માટે પણ અનુકૂળ છે. આ દિવસ બાળકો અને યુવાનોને શારીરિક તંદુરસ્તી જાળવવા, રોગોને થતા અટકાવવા તેમજ પર્યાવરણની જાળવણી માટે સાઇકલના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે. વિશ્વ સાઇકલ દિવસની ઉજવણીનો હેતુ સાઇકલની ઉપયોગિતાને ઓળખ આપવાનો પણ છે. જો શહેરના લોકો પોતાની આસપાસ એટલે નજીકના સ્થળે જવા માટે સાઇકલનો ઉપયોગ કરે તો દરરોજ સેંકડો લિટર પેટ્રોલનો વપરાશ ઘટશે સાથે સાથે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે. સાઇકલ ચલાવવા માટેની વધુ સુગમતા અને સલામતી રહે તે માટે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જેવાં શહેરોમાં અલગ સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક સાઇકલ પણ પ્રદૂષણ ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. સાઇકલ માટે લાઇસન્સઃ1930માં ગોંડલ સ્ટેટમાં સાયકલ ધારકને નવ પાનાની પુસ્તિકાવાળું લાઇસન્સ (પરવાનો) આપવામાં આવતું. જેમાં મહારાજા ભગવતસિંહજીની સહી હતી. સાયકલ ચલાવનારે લાઇસન્સ (પરવાનો)માં દર્શાવેલા 14 નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું હતું. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ દાખલ કરવામાં આવતો હતો અને જો ગુનો સાબિત થાય તો પાંચ રૂપિયા મહત્તમ દંડ કરવામાં આવતો હતો. સાઇકલ ચલાવવાના ફાયદાઃહ્રદય અને ફેફસાં સ્વસ્થ રહે છે.નિયમિત અડધો કલાક સાઇકલ ચલાવવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઓછી થાય છે.શરીરના સ્નાયુઓ સ્વસ્થ અને મજબૂત બને છે.મન પ્રફુલ્લિત રહે છે અને હતાશા દૂર થાય છે.શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે છે.પર્યાવરણની જાળવણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

03rd June

Read more
વિશ્વ સાઇકલ દિન
03rd June

રોજિંદા જીવનમાં સાઇકલના ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂનને વિશ્વ સાઇકલ દિન (વર્લ્ડ બાઇસિકલ ડે) તરીકે ઊજવવામાં આવે છે. સત્તાવારરૂપે પહેલીવાર વિશ્વ સાઇકલ દિન ૩ જૂન, 2018ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ઊજવવામાં આવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્લ્ડ સાઇકલ ડેની ઉજવણી દ્વારા સાયકલને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તેમજ વિકાસ નીતિઓ-કાર્યક્રમોમાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ સભ્ય દેશોને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય, સુખાકારીને મજબૂત કરવા માટે સમાજના તમામ સભ્યોમાં સાઇકલની સવારીને પ્રોત્સાહિત કરવાનો છે. સાઇકલ શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણ (Environment) અને અર્થવ્યવસ્થા (Economy) માટે પણ અનુકૂળ છે.

આ...

Read more
વિશ્વ પર્યાવરણ દિન
વિશ્વ પર્યાવરણ દિન

આપણે સૌ જાણીએ છીએ તેમ સૌરમંડળમાં માત્ર પૃથ્વી ગ્રહ પર જ જીવન શક્ય હોવાનું માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે જૈવિક સૃષ્ટિ માટે અનુકૂળ પર્યાવરણ અહીં ઉપલબ્ધ છે. પર્યાવરણ માનવજીવન સાથે અભિન્ન રીતે સંકળાયેલું છે. તેથી કહી શકાય કે પર્યાવરણ વગર માનવજીવન શક્ય નથી. આપણે એ પણ સમજીએ છીએ કે વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતો વગેરે પર્યાવરણના વિવિધ ભાગ છે. સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 1972માં સંયુક્ત રાષ્ટ્રના 114 સભ્ય દેશોની મળેલી પરિષદે 5 જૂને એક બહુ મહત્ત્વનો ઠરાવ સર્વાનુમતે સ્વીકાર્યો. ઘોષણાપત્રમાં નક્કી કરવામાં આવ્યું કે....♦  દરેક દેશે વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે પગલાં લેવાં. તેમની રહેણીકરણી માટેના પ્રાકૃતિક સંજોગો જાળવવા. પ્રાકૃતિક સંપત્તિની જાળવણી કરવી.♦ ઝેરી પદાર્થોનો હવા-પાણીમાં થતો ફેલાવો રોકવો. જળપ્રદૂષણ અટકાવવું.♦ પર્યાવરણને હાનિ પહોંચવાના પરિણામે ભોગ બનનારને વળતર આપવા તથા તે માટે જવાબદારી નક્કી કરવા યોગ્ય આંતરરાષ્ટ્રીય ધારો વિકસાવવો.♦ પર્યાવરણ સંબંધી શિક્ષણનો પ્રસાર કરવો. સંશોધન કરવું અને તેની સુરક્ષાની વ્યવસ્થા વિકસાવવી.♦ પર્યાવરણની ગંભીર બનેલી સમસ્યા પ્રત્યે લોકોને જાગૃત કરવા. વિશ્વ પર્યાવરણ દિન દર વર્ષે 5 જૂનના રોજ ઊજવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ પર્યાવરણ અંગેની જાગૃતિ અને સુરક્ષાને પ્રોત્સાહિત કરવાનો છે. સૌ પ્રથમ વખત વૈશ્વિક કક્ષાએ પર્યાવરણીય મુદ્દાઓ જેવા કે દરિયાઈ પ્રદૂષણ, વસતીવધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ વગેરે પર જાગૃતિ લાવવા માટે ચર્ચા કરવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા વ્યાવસાયિક, બિન સરકારી સંગઠનો, સમુદાયો, સરકારો અને જાણીતી હસ્તીઓ દ્વારા પ્રદૂષિત પર્યાવરણને સ્વચ્છ કરવા માટે અને તેની જાળવણી કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. વર્તમાન સમયમાં વધતી વસતીને રહેવા માટે જગ્યા જોઈએ એટલે વનો કાપી વસવાટ માટે ઘરો બાંધવામાં આવે છે. ખેતીમાં વધુ પાક મેળવવા માટે અને પાકમાં પડતી જીવાતનો નાશ કરવા તેના પર દવા છાંટવામાં આવે છે. આવી દવા ખાદ્યપદાર્થોને હાનિકારક બનાવે છે. એટલું જ નહીં દવાના ઉત્પાદક કારખાનાઓને લીધે તેમાં કામ કરતાં શ્રમિકો તેમજ આસપાસ રહેતા રહીશોના આરોગ્યને નુકશાન પહોંચે છે. ભોપાલ ગેસ દુર્ઘટનાઃ2 ડિસેમ્બર, 1984ની મધ્ય રાત્રિએ ભોપાલમાં યુનિયન કાર્બાઈડ ઇન્ડિયા લિમિટેડના કારખાનામાંથી મિથાઇલ સાઈનેટ નામનો ઝેરી વાયુ નીકળતાં ગેસ ગળતરનાં કારણે કેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યાં વસતા લોકોના સ્વાસ્થ્ય પર આ ઘટનાની અસર ઘણાં વર્ષો સુધી જોવા મળી. વિશ્વ પર્યાવરણ દિન પર લેવાના સંકલ્પઃપ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે માયાળુ બનીશું.કચરો હંમેશાં કચરાપેટીમાં નાખવાનો આગ્રહ રાખીશું અને અન્યને પણ આમ કરવા માટે પ્રોત્સાહિત કરીશું.એક વર્ષમાં ઓછામાં ઓછો એક છોડ વાવીશું અને તેનો ઉછેર કરીશું. વૃક્ષોના સંરક્ષણમાં સહકાર આપીશું.વીજ ઉપકરણો નો ઉપયોગ કર્યા પછી તેને બંધ કરીશું.પ્લાસ્ટિક/પોલિથિનને બદલે કાગળની અથવા કાપડની થેલીનો ઉપયોગ કરીશું.તળાવ, નદી, કૂવા જેવા જળસ્રોતોને પ્રદૂષિત કરીશું નહીં. પાણીનો બગાડ કરીશું નહીં તેમજ પાણીનો નળ ઉપયોગ પછી બંધ કરીશું.

05th June

Read more
વિશ્વ પર્યાવરણ દિન
05th June

આપણે સૌ જાણીએ છીએ તેમ સૌરમંડળમાં માત્ર પૃથ્વી ગ્રહ પર જ જીવન શક્ય હોવાનું માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે જૈવિક સૃષ્ટિ માટે અનુકૂળ પર્યાવરણ અહીં ઉપલબ્ધ છે. પર્યાવરણ માનવજીવન સાથે અભિન્ન રીતે સંકળાયેલું છે. તેથી કહી શકાય કે પર્યાવરણ વગર માનવજીવન શક્ય નથી. આપણે એ પણ સમજીએ છીએ કે વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતો વગેરે પર્યાવરણના વિવિધ ભાગ છે.

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 1972માં સંયુક્ત રાષ્ટ્રના 114 સભ્ય દેશોની મળેલી પરિષદે 5 જૂને એક બહુ...

Read more
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન

7 જૂનના દિવસને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન તરીકે ઊજવવામાં આવે છે. જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે. પરંતુ બે સમયનું જમવાનું મળી રહે એ જ ખાદ્ય સુરક્ષા નથી. ખાદ્ય સુરક્ષામાં નીચેનાં પાસાં સમાવિષ્ટ થાય છે. -ખાદ્ય ઉપલબ્ધતાઃ દેશમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન, ખાદ્ય પદાર્થોની આયાત અને સરકારી ભંડારોમાં સંચિત સ્ટોક.-ખાદ્યપદાર્થોની પ્રાપ્યતાઃ ખાદ્યપદાર્થો દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે.-ખાદ્યપદાર્થ મેળવવાનું સામર્થ્ય: દરેક વ્યક્તિ પોતાના માટે પૂરતો અને પૌષ્ટિક ખોરાક મેળવવા સમર્થ હોય. ખાદ્યપદાર્થોના સંતુલિત અને સુરક્ષિત ધોરણો જાળવી રાખવાં, જાગૃતિ ફેલાવવી અને ખરાબ ગુણવત્તાવાળા તથા અપૂરતા પોષણવાળા ખોરાકથી નિપજતા મૃત્યુનો આંક ઘટાડવો તે આ દિવસની ઉજવણીનો હેતુ છે. સમાજનો ગરીબ વર્ગ મોટા ભાગે ખાદ્ય અસુરક્ષાથી પીડિત હોય છે. દેશમાં ભૂકંપ, દુષ્કાળ, પૂર, સુનામી કે માવઠાની પરિસ્થિતિમાં ખાદ્ય અસુરક્ષાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આવા સંજોગોમાં સમાજના દરેક વર્ગને અસર થાય છે ત્યારે ખાદ્ય સુરક્ષા જરૂરી છે. ભારતમાં ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) કાર્યરત છે. તેની સ્થાપના 2008માં ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને આયાતમાં નિયત કરેલા વૈજ્ઞાનિક ધારાધોરણોનું નિયમન કરવાના હેતુથી થઈ. આ સંસ્થા દ્વારા SFSI (સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ)ની રચના કરવામાં આવી. ખાદ્ય સુરક્ષા માટે નીચે જેવી કેટલીક બાબતોની કાળજી રાખવી જોઈએ. જેવી કે...-જમવામાં પૂરતો સંતુલિત આહાર લેવો જોઈએ. જંક ફૂડ અને વાસી ખોરાક ન ખાવો જોઈએ.-જમતી વખતે ખોરાકનો બગાડ ન થાય તેનું અચૂક ધ્યાન રાખવું જોઈએ.-વિવિધ સામાજિક-ધાર્મિક પ્રસંગો દરમિયાન ખોરાકનો વધુ પડતો બગાડ થતો જોવા મળે છે. પ્રસંગોના આયોજન વખતે આવું ન થાય તે માટે સૌએ જાગૃત બનવું રહ્યું.-એન.જી.ઓ.ની મદદ થકી આવા પ્રસંગે વધેલો ખોરાક વાસી થાય તે પહેલાં ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ સુધી પહોંચે તેવું આયોજન કરી શકાય.

07th June

Read more
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન
07th June

7 જૂનના દિવસને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન તરીકે ઊજવવામાં આવે છે. જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે. પરંતુ બે સમયનું જમવાનું મળી રહે એ જ ખાદ્ય સુરક્ષા નથી. ખાદ્ય સુરક્ષામાં નીચેનાં પાસાં સમાવિષ્ટ થાય છે.

-ખાદ્ય ઉપલબ્ધતાઃ દેશમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન, ખાદ્ય પદાર્થોની આયાત અને સરકારી ભંડારોમાં સંચિત સ્ટોક.
-ખાદ્યપદાર્થોની પ્રાપ્યતાઃ ખાદ્યપદાર્થો દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે.
-ખાદ્યપદાર્થ મેળવવાનું સામર્થ્ય: દરેક વ્યક્તિ પોતાના માટે પૂરતો અને પૌષ્ટિક ખોરાક મેળવવા સમર્થ હોય.

ખાદ્યપદાર્થોના સંતુલિત અને સુરક્ષિત ધોરણો જાળવી રાખવાં, જાગૃતિ ફેલાવવી અને ખરાબ ગુણવત્તાવાળા તથા અપૂરતા પોષણવાળા ખોરાકથી નિપજતા મૃત્યુનો આંક ઘટાડવો તે આ દિવસની ઉજવણીનો હેતુ છે.

...
Read more
વિશ્વ નેત્રદાન (ચક્ષુદાન) દિન
વિશ્વ નેત્રદાન (ચક્ષુદાન) દિન

નેત્રદાન એટલે આંખોનું દાન. ભારતમાં લાખો લોકો કીકીના અંધાપાથી પીડાય છે. (કીકી એટલે આંખની આગળનું ગોળ પારદર્શક પટલ જેને કોર્નિયા કહેવાય છે.) જો આ પારદર્શક પટલ સફેદ થઈ જાય તો વ્યક્તિને દેખાતું બંધ થઈ જાય. આવામાં જો આપણે મૃત્યુ બાદ નેત્રદાન કરીએ તો કોઈ અંધ વ્યકિતને રોશની મળી જાય. આનાથી સારું માનવીય કાર્ય કયું હોઈ શકે? આ કાર્ય કરવા માટે ચક્ષુબેંક (આઈબેંક) હોય છે જે (આઈબેંક એસોસીએશન ઓફ ઇન્ડિયામાં) રજિસ્ટર્ડ હોય છે. આ ચક્ષુબેંકનો કાર્યભાર સંભાળવા માટે એક કોર્નિયલ સર્જન (કીકીના સુપર સ્પેશ્યાલિસ્ટ) હોય છે. જે કીકીના પ્રત્યારોપણ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ - કેરેટોપ્લાસ્ટી)ના ઓપરેશનમાં નિપુણ હોય છે. આમ નેત્રદાનમાં મળેલી બે આંખોની કીકી લઈ કીકીના અંધાપાથી પીડાતા લોકોને જોવામાં મદદ કરી શકાય. નેત્રદાનથી પ્રાપ્ત થયેલ ચક્ષુઓનો ઉપયોગ કીકીના અંધાપાથી પીડાતા દર્દીઓને કીકી પ્રત્યારોપણ માટે કરવામાં આવે છે. નેત્રદાનની પ્રક્રિયા ફકત 15 થી 20 મિનિટમાં જ પૂર્ણ થઈ જાય એટલી સરળ છે. જેનાથી દાતાના ચહેરા ઉપર કોઈ વિકૃતિ કે વિરૂપતા આવતી નથી તેમજ તેના કારણે મૃતદેહની અંતિમ ક્રિયામાં કોઈ અડચણ કે વિલંબ પણ થતો નથી. નેત્રદાન સ્વીકારવા માટે ચક્ષુબેંકની ટીમ દાતા ગમે તે જગ્યાએ હોય જેમ કે ઘરમાં, હોસ્પિટલમાં, મડદાઘરમાં કે સ્મશાનમાં જઈને નેત્રનું દાન લઈ આવે છે. તે માટે દાતાના શરીરને ચક્ષુબેંક કે હોસ્પિટલ સુધી લાવવાની જરૂર પડતી નથી. આ માટે નેત્રદાતાના વારસદારને કોઈ ખર્ચ થતો નથી. તમામ જરૂરી ખર્ચ ચક્ષુબેંક ભોગવે છે. દાતાના મૃત્યુ બાદ લગભગ 6 કલાકની અંદર નેત્રદાન થવું જરૂરી છે. આપણા ભારત દેશમાં સેંકડોની સંખ્યામાં લોકો અંધાપાથી પીડાય છે, જેમાં યુવાનો અને બાળકોની સંખ્યા વધુ છે. ભારતમાં જરૂરિયાતના પ્રમાણમાં ચક્ષુદાનનું પ્રમાણ ઘણું ઓછું છે. કીકીના પ્રત્યારોપણ માટે ચક્ષુદાન દ્વારા મળતી આંખ-કોર્નિયા ઉપર જ આધાર રાખવો પડે છે અને તો જ કીકીનું પ્રત્યારોપણ શક્ય બને છે. ચક્ષુદાનમાં મળતા ચક્ષુમાંથી સરેરાશ 50 ટકા યક્ષુ જ પ્રત્યારોપણ માટે ઉપયોગી હોય છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ નેત્રદાન કરી શકે છે. વ્યકિત યશ્માં પહેરતી હોય કે મોતિયો ઉતરાવેલ હોય કે તેને ડાયાબિટીસ હોય કે બ્લડપ્રેશરથી પીડાતી હોય તો પણ તે ચક્ષુદાન કરી શકે છે. કોઈ પણ બ્લડગ્રૂપ ધરાવતી કે ગમે તે ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ કે જાતિની વ્યક્તિ નેત્રદાન કરી શકે છે. નેત્રદાન કર્યા બાદ એ નેત્ર આપનાર અને મેળવનારની ઓળખ ખાનગી રાખવામાં આવે છે. અમુક સંજોગોમાં જેમ કે મૃત્યુનું કારણ ઝેરી કમળો, એઇડ્સ, કેન્સર કે અન્ય ચેપી રોગો હોય તો એવા સંજોગોમાં નેત્રદાનમાં આવેલી આંખોનો ઉપયોગ સંશોધન કાર્ય માટે કરવામાં આવે છે. (કીકીના પ્રત્યારોપણ માટે આવા ચક્ષુ ઉપયોગમાં આવતા નથી.) ચક્ષુબેંક સતત 24 કલાક કાર્યરત રહેતી સામાજિક સંસ્થા છે. તેનું કાર્ય મૃત્યુ બાદ દાનમાં મળતા ચક્ષુ મેળવવા, તેની વૈજ્ઞાનિક પદ્ધતિથી ચકાસણી તેમજ યોગ્ય જાળવણી કરવાનું તથા આ ચક્ષુ (કીકી) નિષ્ણાત તબીબો સુધી પ્રત્યારોપણ માટે પહોંચાડવાનું છે. આ ચક્ષુનો લાભચક્ષુબેંકમાં નોંધાયેલ દર્દીઓ લઈ શકે છે. ચક્ષુદાનમાં મળેલ યક્ષુની કાળજીપૂર્વક જાળવણી ખૂબ જ જરૂરી છે. આ ચક્ષુઓની જાળવણી માટે ખાસ પ્રકારના પ્રવાહી ઉપલબ્ધ છે. જેમાં આપણે ચક્ષુ અથવા કીકીને લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ. આ માટે અત્યાર સુધી આપણે અમેરિકા જેવા દેશો ઉપર આધાર રાખવો પડતો હતો અને તેની અવેજીમાં મળેલ કીકી ફકત 12 થી 48 કલાકમાં જ પ્રત્યારોપણના ઉપયોગમાં લેવાની ફરજ પડતી હતી. પરંતુ હવે આ પ્રવાહીની ઉપલબ્ધિના કારણે કીકીને 4 દિવસ સુધી જીવંત રાખી શકાય છે. જેથી કીકીના રોગના દર્દીઓને ઓપરેશન પહેલાં જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી. તબીબી ક્ષેત્રે થયેલાં સંશોધનો અને આધુનિક શસ્ત્રક્રિયા તેમજ વિકસિત સારવાર પદ્ધતિને પરિણામે કીકી પ્રત્યારોપણનો સફળતાનો આંક 80 થી 90 ટકા સુધી પહોંચાડી શકાયો છે.

10th June

Read more
વિશ્વ નેત્રદાન (ચક્ષુદાન) દિન
10th June

નેત્રદાન એટલે આંખોનું દાન. ભારતમાં લાખો લોકો કીકીના અંધાપાથી પીડાય છે. (કીકી એટલે આંખની આગળનું ગોળ પારદર્શક પટલ જેને કોર્નિયા કહેવાય છે.) જો આ પારદર્શક પટલ સફેદ થઈ જાય તો વ્યક્તિને દેખાતું બંધ થઈ જાય. આવામાં જો આપણે મૃત્યુ બાદ નેત્રદાન કરીએ તો કોઈ અંધ વ્યકિતને રોશની મળી જાય. આનાથી સારું માનવીય કાર્ય કયું હોઈ શકે? આ કાર્ય કરવા માટે ચક્ષુબેંક (આઈબેંક) હોય છે જે (આઈબેંક એસોસીએશન ઓફ ઇન્ડિયામાં) રજિસ્ટર્ડ હોય છે. આ ચક્ષુબેંકનો કાર્યભાર સંભાળવા માટે એક કોર્નિયલ સર્જન (કીકીના સુપર સ્પેશ્યાલિસ્ટ) હોય છે. જે કીકીના પ્રત્યારોપણ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ...

Read more
વિશ્વ રક્તદાતા દિન
વિશ્વ રક્તદાતા દિન

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 જૂનના રોજ 'વિશ્વ રક્તદાતા દિન' (World Blood Donor Day) ઊજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization) રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા, તેમનો આભાર કરવા, રક્તદાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને લોકોમાં રક્તદાનનું મહત્ત્વ સમજાવવા આ દિનની ઉજવણી કરે છે. રક્તદાન કરવું એ માત્ર સમાજ માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કાર્લ લેન્ડસ્ટેઇનરે એબીઓ રક્તસમૂહ પ્રણાલીની શોધ કરી હતી. તેમની આ શોધ માટે તેમને 1930માં નોબલ પારિતોષિક એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મ 14 જૂન 1868ના રોજ થયો હતો. તેથી તેમના સન્માનમાં W.H.O. એ તેમની જન્મ તારીખે વિશ્વ રક્તદાતા દિન ઊજવવાનું નક્કી કર્યું હતું. શરીરને વિવિધ કામગીરી કરવા માટે રક્તની જરૂર પડે છે. રક્તની ઉણપ વ્યક્તિના જીવનને જોખમમાં મૂકી શકે છે. રક્તની જરૂરિયાત હોય ત્યારે સમયસર રક્ત પુરું પાડવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. રક્તદાન કરીને રક્તની ઉણપ પૂરી કરીને દર્દીનું જીવન બચાવી શકાય છે. આ કારણોસર લોકોને રક્તદાન માટે જાગૃત કરવામાં આવે છે. ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત રહે છે તેથી રક્તદાન વિશે જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે. રક્તનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું રક્ત એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે. આપણું રક્તદાન એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે. આપણા દેશમાં લાખો લોકો ગભીર બીમારીઓનો ભોગ બને છે. જેના કારણે પણ લોહીની માંગમાં સતત વધારો થતો રહે છે. તેથી લોકો પણ અન્ય લોકોનું જીવન બચાવવા રક્તદાન કરે તે જરૂરી છે. રક્તદાન કરવાથી સામાન્ય રીતે કોઈ તકલીફ પડતી નથી તેમજ રક્તદાન કરનારને કોઈ પ્રકારની આડઅસર કે બીમારી પણ થતી નથી. ઘણાં લોકો એવું સમજે છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડે છે અને રક્ત પાછું મેળવવામાં મહિના લાગી જાય છે. એટલું જ નહીં લોકોમાં એ ભ્રમ પણ ફેલાયેલો છે કે નિયમિત રક્ત આપવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. આવા ખોટા ભ્રમને કારણે લોકો રક્તદાનનું નામ સાંભળીને જ આંખ આડા કાન કરી દે છે. વિશ્વ રક્તદાતા દિન સમાજમાં રક્તદાનને લઈને ફેલાયેલા ભ્રમને દૂર કરવાનું અને રક્તદાનને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. આજનું આધુનિક વિજ્ઞાન પણ રક્તનું કૃત્રિમ રીતે ઉત્પાદન કરી શક્યું નથી. તેથી રક્તદાતાઓ જે રક્તદાન કરે છે તેના થકી જ લાખો લોકોની જિંદગી બચી રહી છે. આજના ખાસ દિને લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને રક્તની જરૂરિયાતવાળા લોકોની અમૂલ્ય જિંદગીને નવજીવન આપવામાં સહભાગી બનતા હોય છે. રક્તદાન માટે મોટે ભાગે શિબિરો યોજવામાં આવે છે અથવા બ્લડ બેંકમાં જઈને રક્તદાન કરવામાં આવતું હોય છે. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મદિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યું છે જે ખૂબ જ આવકાર્ય છે. આમ છતાં સૌના સહિયારા પ્રયાસો હજુ પણ ઓછા પડે છે. જેમાં વધારો થાય અને જરૂર પડે ત્યારે દર્દીને સરળતાથી રક્ત મળી રહે તેવી પરિસ્થિતિ સર્જાય તે જ આદર્શ સ્થિતિ કહી શકાય. માનવીનું લોહી ચાર જૂથ (A, B, AB અને D)માં વહેંચાયેલું હોય છે. જે લોકો રક્તદાન કરવા માગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે, કારણ કે એ લોહી સુરક્ષિત છે કે નહિ તે ખૂબ જ અગત્યની બાબત છે. આ ટેસ્ટમાં HIV અને હિપેટાઈટીસ જેવી બીમારીના ટેસ્ટ સામેલ છે. જે લોહી દ્વારા ફેલાતી બીમારીઓ છે. રક્તદાતાને તેની તબિયત વિશે પણ પૂછવામાં આવે છે અને એ પણ પૂછવામાં આવે છે કે તે કોઈ નશીલા પદાર્થનું સેવન કરે છે કે નહિ. જેથી અસુરક્ષિત લોહીથી બચી શકાય. રક્તદાન પછી રક્તદાતાના શરીર પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડે એટલા માટે રક્તદાતાના શરીરની શારીરિક તપાસ પણ કરવામાં આવે છે. વજન, બ્લડપ્રેશર, હિમોગ્લોબિન, શરીરનું તાપમાન અને રક્તદાતાના પલ્સ રેટની તપાસ કરવામાં આવે છે. રક્તદાન કોણ કરી શકે ?ઓછામાં ઓછી 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિશારીરિક રીતે તંદુરસ્ત વ્યક્તિશરીરમાં લોહીની કમી ન હોય તે વ્યક્તિઓછામાં ઓછું 50 કિલો વજન ધરાવતી વ્યક્તિગંભીર રોગ કે લોહીની વિકૃતિ ન હોય તેવી વ્યક્તિ રક્તદાન કોણ ન કરી શકે ?રક્તદાન કરવાનું હોય તેના નજીકના સમયમાં કોઈ પણ પ્રકારનું રસીકરણ કરાવ્યું હોય તેવી વ્યક્તિશારીરિક રીતે અશક્ત કે નબળા વ્યક્તિગંભીર બીમારીથી પીડિત વ્યક્તિબ્લડપ્રેશરની સામાન્ય માત્રા કરતાં ઓછું કે વધુ બ્લડપ્રેશર ધરાવતી વ્યક્તિડાયાબિટીસના દર્દીઓસ્તનપાન કરાવતી માતાઓ18 વર્ષથી નીચેના અને 65 વર્ષથી વધુ વયના વ્યક્તિઓધૂમ્રપાન, દારૂનું વધુ પડતું સેવન અને માદક દ્રવ્યો/નશીલા પદાર્થોનું સેવન કરતાં લોકો રક્તદાન ન કરી શકે.

14th June

Read more
વિશ્વ રક્તદાતા દિન
14th June

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 જૂનના રોજ 'વિશ્વ રક્તદાતા દિન' (World Blood Donor Day) ઊજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization) રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા, તેમનો આભાર કરવા, રક્તદાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને લોકોમાં રક્તદાનનું મહત્ત્વ સમજાવવા આ દિનની ઉજવણી કરે છે. રક્તદાન કરવું એ માત્ર સમાજ માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

કાર્લ લેન્ડસ્ટેઇનરે એબીઓ રક્તસમૂહ પ્રણાલીની શોધ કરી હતી. તેમની આ શોધ માટે તેમને 1930માં નોબલ પારિતોષિક એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મ 14 જૂન 1868ના...

Read more
પી.એન. ભગવતી પુણ્યતિથિ
પી.એન. ભગવતી પુણ્યતિથિ

ભારતના સુપ્રીમ કોર્ટના ૧૭મા મુખ્ય ન્યાયાધીશ પી.એન. ભગવતીનો જન્મ ૨૧ ડિસેમ્બર,૧૯૨૧ ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમનું પૂરું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી છે. તેમના પિતા સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ નટવરલાલ એચ. ભગવતી હતા. ભગવતીએ મુંબઈમાં શિક્ષણ મેળવ્યું. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. બોમ્બે યુનિવર્સિટીમાંથી ૧૯૪૧ માં ગણિત (ઓન.) ની ડીગ્રી લીધી હતી. ૧૯૪૨માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેમની ધરપકડ થઈ હતી અને ચાર મહિના ભૂગર્ભમાં રહ્યા હતા. બાદમાં તેમણે બોમ્બેની સરકારી લો કોલેજમાં અભ્યાસ કર્યા પછી બોમ્બે યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી. ભગવતીએ પોતાની કારકિર્દીની શરૂઆત બોમ્બે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા કરી હતી. જુલાઇ,૧૯૬૦માં તેઓને ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણુક કરવામાં આવ્યા. સપ્ટેમ્બર,૧૯૬૭માં તેઓને તે અદાલતના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૭ ડિસેમ્બર, ૧૯૬૭ થી ૨૫ ડિસેમ્બર, ૧૯૬૭ અને ૧૭ માર્ચ, ૧૯૭૩ થી ૩ એપ્રિલ, ૧૯૭૩ એમ બે પ્રસંગોએ તેમણે ગુજરાતના રાજ્યપાલ તરીકે કામચલાઉ કાર્ય કર્યુ હતું. જુલાઈ,૧૯૭૩માં તેઓ ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થયા. ૧૨ જુલાઇ,૧૯૮૫ ના રોજ તેઓ ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. ૧૨ જુલાઈ, ૧૯૮૫ થી ૨૦ ડિસેમ્બર, ૧૯૮૬ સુધી ભારતની સુપ્રીમ કોર્ટના ૧૭મા મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી.સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે, ભગવતીએ ભારતીય ન્યાયિક પ્રણાલીમાં જાહેર હિતની દાવા અને સંપૂર્ણ જવાબદારીની ખ્યાલો રજૂ કર્યા. તેથી તેમને ન્યાયમૂર્તિ વી.આર. કૃષ્ણ ઐય્યર સાથે દેશમાં ન્યાયિક પ્રવૃતિના પ્રણેતા ગણવામાં આવે છે. ૧૯૮૨માં તેઓ કોલંબિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલ અમેરિકન એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સના ફેલો તરીકે ચૂંટાયા હતા. તેઓ ૧૯૯૫ થી ૨૦૦૯ સુધી સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર સમિતિના સભ્ય હતા. ૨૦૯૧-૦૩માં તેઓ આ સમિતિના અધ્યક્ષ પણ હતા. તેમણે ૨૭ વર્ષથી વધુ સમય માટે ૨૦૦૬ સુધી આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનની નિષ્ણાતોની સમિતિના સભ્ય તરીકે પણ કામ કર્યું હતું. તેઓ ૬ મે,૨૦૧૧ ના રોજ શ્રી સત્ય સાઈ ઇન્સ્ટિટટ્યુટ ઓફ હાયર લર્નિંગના કુલપતિ તરીકે નિયુક્ત થયા હતા. ૨૦૦૭માં ભગવતીને જાહેર બાબતોમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ન્યાયાધીશ ભગવતીનું નવી દિલ્હી સ્થિત તેમના ઘરે ટૂંકી બિમારી બાદ ૯૫ વર્ષની વયે ૧૫ જૂન, ૨૦૧૭ ના રોજ અવસાન થયું હતું. તેમની અંતિમ વિધિ ૧૭ જૂને કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભારતના કાયદાકીય બંધુત્વનું ગૌરવ ગણાવતાં તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.

15th June

Read more
પી.એન. ભગવતી પુણ્યતિથિ
15th June

ભારતના સુપ્રીમ કોર્ટના ૧૭મા મુખ્ય ન્યાયાધીશ પી.એન. ભગવતીનો જન્મ ૨૧ ડિસેમ્બર,૧૯૨૧ ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમનું પૂરું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી છે. તેમના પિતા સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ નટવરલાલ એચ. ભગવતી હતા. ભગવતીએ મુંબઈમાં શિક્ષણ મેળવ્યું. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. બોમ્બે યુનિવર્સિટીમાંથી ૧૯૪૧ માં ગણિત (ઓન.) ની ડીગ્રી લીધી હતી. ૧૯૪૨માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેમની ધરપકડ થઈ હતી અને ચાર મહિના ભૂગર્ભમાં રહ્યા હતા. બાદમાં તેમણે બોમ્બેની સરકારી લો કોલેજમાં અભ્યાસ કર્યા પછી બોમ્બે...

Read more
વિશ્વ સંગીત દિન
વિશ્વ સંગીત દિન

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 21મી જૂન નો દિવસ 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો મુખ્ય હેતુ સંગીતપ્રેમી કલાકારોને પ્રોત્સાહન આપવાનો તેમજ તેમનું સન્માન કરવાનો છે. આ દિવસને 'મેક મ્યુઝિક ડે' અને ફ્રેન્ચમાં 'ફેટ દ લા મ્યુઝિક' તરીકે પણ ઓળખવામાં આવે છે. સંગીતને બધા રોગોની શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. સારું સંગીત સાંભળીને હળવાશની અનુભૂતિ થાય છે અને શરીરમાં હકારાત્મક ઊર્જાનો સંચાર થવાના કારણે આરોગ્ય ખૂબ જ સારું રહે છે. સંગીતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને 21મી જૂનને સમગ્ર વિશ્વમાં 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21 જૂન, 1982ના રોજ સૌ પ્રથમ ફ્રાન્સમાં વિશ્વ સંગીત દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસને લોકોની સામે ઊજવવાના ફ્રાન્સના મંત્રી મૌરિસ ફ્લુરેટ ના પ્રસ્તાવને 1981ના વર્ષમાં સ્વીકારવામાં આવ્યો હતો. ત્યાર પછી ફ્રાન્સના સંસ્કૃતિ પ્રધાન જેક લેંગે 1982માં વિશ્વ સંગીત દિન ઊજવવાની જાહેરાત કરી વર્ષ 1985માં બીજા દેશોએ પણ આ દિવસની ઉજવણીની શરૂઆત કરી. વિશ્વ સંગીત દિનની ઉજવણી માટે દર વર્ષે અલગ અલગ થીમ નક્કી કરવામાં આવે છે. આ દિવસે સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા મોટા ગાયકો અને સંગીતકારોનું સન્માન કરવામાં આવે છે. સંગીતને લગતા મોટા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દર વખતે વિશ્વ સંગીત દિનની ઉજવણીમાં વિશ્વના 120થી વધુ દેશો ભાગ લે છે. સમગ્ર વિશ્વમાં સંગીતપ્રેમીઓ આ દિવસની ઉજવણી કરે છે. જુદા જુદા દેશોના સંગીતકારો વાદ્યો વગાડી પોતાની કલાનું પ્રદર્શન કરે છે. -વિશ્વ સંગીત દિન યુવા અને કલાપ્રેમી સંગીતકારોને તેમની પ્રતિભાનું જીવંત પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે છે.-લોકો સંગીતનું મહત્ત્વ જાણે અને સંગીત પ્રત્યે વધુ રુચિ કેળવે તે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે.-વર્તમાન યુવા પેઢી સંગીતનાં વિવિધ વાદ્યો, સંગીતના વિવિધ રાગ, લય-તાલ વિશે જાણે અને તેમાં રસ કેળવે તે પણ આ દિનની ઉજવણીનો આશય છે. સંગીત મૂળ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ સમુ+ગીત થાય છે. સમ એટલે યોગ્ય રીતે અને ગીત એટલે ગાવું. આમ, સંગીતનો અર્થ થાય છે સારી રીતે કે યોગ્ય રીતે ગાવું. સંગીત કોઈ એકલનો મિત્ર છે. તો કોઈ માટે નવું સર્જન છે. સંગીત કોઈના માટે સાધન તો, કોઈના માટે સાધના છે. સંગીત કોઈના માટે આનંદ તો. કોઈના માટે સમગ્ર જીવન છે. સંગીત એક એવું માધ્યમ છે કે જે આપણા જીવનમાં આપણી જરૂરિયાત પૂરી કરે છે. સંગીત આપણા શરીરની કેટલીય બીમારીઓની સારવાર પણ કરે છે. નિષ્ણાતોના મતે સંગીત યોગનો જ એક ભાગ છે. સંગીત આપણા શરીરમાં હોર્મોનનું સંતુલન જાળવી રાખે છે. આપણા માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યને પણ સારું રાખે છે. સંગીતમાં એટલી શક્તિ છે કે તેનાથી ઘણા રોગોમાંથી મુક્ત થવાય છે. જેને 'મ્યુઝિક થેરેપી'ના નામે ઓળખવામાં આવે છે. ડિપ્રેશન અને પ્રસવપીડામાં મ્યુઝિક થેરેપીથી અસરકારક પરિણામ મળે છે. મગજને શાંત રાખવા અને જીવનની વ્યથાઓથી બહાર લાવવાની શક્તિ સંગીત ધરાવે છે. બાળક કે મોટા બધાનાં જીવનમાં સંગીત એક અગત્યની ભૂમિકા ભજવે છે. જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગ દ્વારા એવું સાબિત પણ કર્યું છે કે વનસ્પતિ પર પણ સંગીતની અસર થાય છે. મનુષ્ય જીવનમાં સંગીતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને જ વિશ્વ સંગીત દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

21st June

Read more
વિશ્વ સંગીત દિન
21st June

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 21મી જૂન નો દિવસ 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો મુખ્ય હેતુ સંગીતપ્રેમી કલાકારોને પ્રોત્સાહન આપવાનો તેમજ તેમનું સન્માન કરવાનો છે. આ દિવસને 'મેક મ્યુઝિક ડે' અને ફ્રેન્ચમાં 'ફેટ દ લા મ્યુઝિક' તરીકે પણ ઓળખવામાં આવે છે. સંગીતને બધા રોગોની શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. સારું સંગીત સાંભળીને હળવાશની અનુભૂતિ થાય છે અને શરીરમાં હકારાત્મક ઊર્જાનો સંચાર થવાના કારણે આરોગ્ય ખૂબ જ સારું રહે છે. સંગીતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને 21મી જૂનને સમગ્ર વિશ્વમાં 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવાનું...

Read more
આંતરરાષ્ટ્રીય યોગ દિન
આંતરરાષ્ટ્રીય યોગ દિન

21મી જૂન નો દિવસ એટલે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ.આ દિવસથી સૂર્યનું દક્ષિણાયન શરૂ થાય છે. આવી ખગોળીય વિશેષતા ધરાવતો દિવસ હોવાને કારણે 2014માં સંયુક્ત રાષ્ટ્રો (UN)ની મહાસભામાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનમાં 21મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' તરીકે ઊજવવાનું સૂચન કર્યું. ત્યાર બાદ 21 જૂન 2015ના દિવસે પ્રથમ 'આંતરરાષ્ટ્રીય યોગ દિન'ની ઉજવણી થઈ અને ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિન ઊજવવામાં આવે છે. વાસ્તવમાં યોગ એ આપણી અતિ પ્રાચીન વિદ્યા છે. યોગ એ પ્રાયોગિક વિજ્ઞાન છે. એટલું જ નહીં. તે પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે. યોગ શબ્દ સંસ્કૃત યુન્ન ધાતુ પરથી આવેલો છે. જેનો અર્થ થાય છે - જોડાણ સંગઠન.યોગના વિવિધ પ્રકારો છે. જેમ કે અષ્ટાંગ યોગ, હઠયોગ, કુંડલિની યોગ વગેરે. જેમાંથી આપણે સૌ મોટાભાગે અષ્ટાંગ યોગના આઠ અંગો નો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. જે નીચે મુજબ છે:1. યમ2. નિયમ3. આસન4. પ્રાણાયામ5. પ્રત્યાહાર6. ધારણા7. ધ્યાન8. સમાધિ જ્યાં સુધી આપણે પોતાની જાત સાથે જોડાતા નથી ત્યાં સુધી સમાધિ અવસ્થામાં પહોંચવું મુશ્કેલ છે. ઘણી જગ્યાએ આસન, પ્રાણાયામ અને ધ્યાન એ ત્રણ અંગોનો જ ઉપયોગ થાય છે. યોગ એ શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. જે વિવિધ આસનો, પ્રાણાયામ તથા ધ્યાન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે અને વ્યક્તિનાં મન, શરીર અને આત્માનું જોડાણ શક્ય બને છે. યોગના ફાયદાઃ-યોગના નિયમિત અભ્યાસથી આપણા પાચનતંત્ર, શ્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર, ચેતાતંત્ર વગેરેની કાર્યશીલતા વધે છે.-વિવિધ આસનોના અભ્યાસથી શરીર ચુસ્ત, તંદુરસ્ત તથા સુદૃઢ બને છે તેમજ રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.-પ્રાણાયામ દ્વારા મગજ અને લોહીને વધુ પ્રાણવાયુ (ઓક્સિજન) મળે છે.-ધ્યાન દ્વારા મગજ શાંત બને છે અને સકારાત્મક વિચારો આવે છે-અનિદ્રા, લોહીનું દબાણ, પાંડુરોગ, મધુપ્રમેહ, માઈગ્રેન, સાંધાના દુખાવા, થાઇરોઇડ જેવા અનેક રોગોમાં નિયમિત યોગ અભ્યાસથી રાહત મળે છે.

21st June

Read more
આંતરરાષ્ટ્રીય યોગ દિન
21st June

21મી જૂન નો દિવસ એટલે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ.આ દિવસથી સૂર્યનું દક્ષિણાયન શરૂ થાય છે. આવી ખગોળીય વિશેષતા ધરાવતો દિવસ હોવાને કારણે 2014માં સંયુક્ત રાષ્ટ્રો (UN)ની મહાસભામાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનમાં 21મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' તરીકે ઊજવવાનું સૂચન કર્યું. ત્યાર બાદ 21 જૂન 2015ના દિવસે પ્રથમ 'આંતરરાષ્ટ્રીય યોગ દિન'ની ઉજવણી થઈ અને ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિન ઊજવવામાં આવે છે.

વાસ્તવમાં યોગ એ આપણી અતિ પ્રાચીન વિદ્યા છે.

Read more
હેલન કેલર જન્મજયંતી
હેલન કેલર જન્મજયંતી

मूकं करोति बाचालम्, पशुं लंद्रघयते गिरिम् ।यत्कृपा ठमहं बन्दे परमानन्दं माध्यम् ॥ જો ઈશ્વરની કૃપા થાય તો મૂંગો બોલતો થઈ જાય છે અને પાંગળો પહાડ ઓળંગી જાય છે. જ્યારે આ શ્લોક બોલીએ ત્યારે થાય કે આ તો માત્ર ભાવના છે! આવું સાચોસાચ થોડું થાય? આવી તો કેવળ ઈશ્વર પાસે પ્રાર્થના કરવાની હોય પણ કેટલાક દિવ્યાંગજનોને જોઈએ ત્યારે આપણને ખાતરી થઈ જાય છે કે આ શ્લોકનો એક એક અક્ષર સત્ય છે. કલ્પનાની સીમા જ્યાં પૂરી થાય ત્યાંથી પણ આગળનું સામર્થ્ય બતાવનારા તથા પૂર્વમાં ગવાયેલા શ્લોકના પશ્ચિમી પ્રતિધ્વનિ સમાન એક મહાન મહિલા એટલે હેલન કેલર. હેલન કેલરનો જન્મ અમેરિકાના અલાબામા સ્ટેટના ટસ્કમ્બિયામાં 27 જૂન, 1880ના રોજ થયો હતો. 19 મહિનાની ઉંમરે મગજ અને હોજરીની માંદગીના હુમલા પછી તેમણે દૃષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી દીધી હતી. તેમણે છ વર્ષની ઉંમર સુધી ઘરે જ સાંકેતિક ભાષા શીખવાનું શરૂ કર્યું. તેઓ દરેક વસ્તુને સ્પર્શીને, સૂંધીને અને ચાખીને ઓળખતાં. સાત વર્ષની ઉંમરે તેઓ તેમનાં પ્રથમ શિક્ષિકા અને જીવનભરના સાથીદાર ઍની સુલિવાનને મળ્યાં હતાં. જેમણે તેમને વાંચન અને લેખન સહિતની ભાષા શીખવી હતી. તેમણે દૃષ્ટિ દિવ્યાંગ (અંધજન) અને શ્રવણમંદ (બધિરો) માટેના વિશેષ શિક્ષણ અને મુખ્ય પ્રવાહની બંને શાળાઓમાં શિક્ષણ મેળવ્યું. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની રેડક્લિફ કોલેજમાં અભ્યાસ કર્યો. કલાના સ્નાતકની ઉપાધિ મેળવનાર તેઓ પ્રથમ મૂકબધિર અને દૃષ્ટિ દિવ્યાંગ વ્યક્તિ બન્યાં. તેમણે પ્રાણીઓથી લઈને મહાત્મા ગાંધી સુધીના વિષયો પર ઘણા પુસ્તકો, ભાષણો અને નિબંધો લખ્યા હતા. તેમણે શ્રમિકો અને મહિલાઓના મતાધિકાર, શ્રમ અધિકાર, સમાજવાદ અને કટ્ટરપંથી શક્તિઓની સામે ચળવળ ચલાવી હતી. 1924 થી 1968 સુધી 'અમેરિકન ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ' (AFB) માટે કામ કર્યું હતું. તે દરમિયાન તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ (US) સહિત વિશ્વભરના 35 દેશોનો પ્રવાસ કર્યો હતો. 49 વર્ષની વયે તેઓ સફળતાની ઊંચાઈએ પહોંચ્યાં હતાં. હેલન કેલર જીવનમાં કદી નાસીપાસ ન થયાં. આવા શારીરિક પડકારો વચ્ચે પણ તેમણે જિંદગીનો જંગ સફળતાથી જીતી બતાવ્યો. તેઓએ લાખો દિવ્યાંગજનોને પુરુષાર્થ અને હિંમતથી પોતાના જીવનનો રાહ સુપેરે કંડારવાની પ્રેરણા આપી હતી. તેમનું જન્મસ્થળ હવે એક સંગ્રહાલય છે. હેલન કેલરે બાલ્યાવસ્થામાં જ જોવાની અને સાંભળવાની શક્તિઓ ગુમાવી દીધી હોવા છતાં મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસથી અથાક સંઘર્ષ કરીને જીવનમાં ઊંચાઇઓ સર કરી તેમના જીવનને દર્શાવતી હેલન કેલર અને સુલિવાનની સિદ્ધિ કથા, હેલન કેલરની આત્મકથા -THE STORY OF MY LIFE (1903)  તેમજફિલ્મ ને નાટક THE MIRACLE WORKER (ધ મિરેકલ વર્કર) પ્રખ્યાત થયા હતા. તેમણે સાબિત કરી દીધું કે ગમે તેટલી શારીરિક અક્ષમતા હોય તો પણ દૃઢ સંકલ્પ, આત્મબળ અને માર્ગદર્શન મળે તો દિવ્યાંગ વ્યક્તિ પણ જીવનનાં ગિરિશિખર ચઢી શકે છે. તેમની આવી વિશિષ્ટ સિદ્ધિઓને યાદ કરી બિરદાવવા માટે જ તેમનો જન્મદિન ઊજવવામાં આવે છે.

27th June

Read more
હેલન કેલર જન્મજયંતી
27th June

मूकं करोति बाचालम्, पशुं लंद्रघयते गिरिम् ।
यत्कृपा ठमहं बन्दे परमानन्दं माध्यम् ॥

જો ઈશ્વરની કૃપા થાય તો મૂંગો બોલતો થઈ જાય છે અને પાંગળો પહાડ ઓળંગી જાય છે.

જ્યારે આ શ્લોક બોલીએ ત્યારે થાય કે આ તો માત્ર ભાવના છે! આવું સાચોસાચ થોડું થાય? આવી તો કેવળ ઈશ્વર પાસે પ્રાર્થના કરવાની હોય પણ કેટલાક દિવ્યાંગજનોને જોઈએ ત્યારે આપણને ખાતરી થઈ જાય છે કે આ શ્લોકનો એક એક અક્ષર સત્ય છે. કલ્પનાની સીમા જ્યાં પૂરી થાય ત્યાંથી પણ આગળનું સામર્થ્ય બતાવનારા તથા પૂર્વમાં ગવાયેલા શ્લોકના પશ્ચિમી પ્રતિધ્વનિ સમાન એક મહાન મહિલા એટલે હેલન...

Read more