-
વિશ્વ પર્યાવરણ દિન
વિશ્વ પર્યાવરણ દિન
આપણે સૌ જાણીએ છીએ તેમ સૌરમંડળમાં માત્ર પૃથ્વી ગ્રહ પર જ જીવન શક્ય હોવાનું માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે જૈવિક સૃષ્ટિ માટે અનુકૂળ પર્યાવરણ અહીં ઉપલબ્ધ છે. પર્યાવરણ માનવજીવન સાથે અભિન્ન રીતે સંકળાયેલું છે. તેથી કહી શકાય કે પર્યાવરણ વગર માનવજીવન શક્ય નથી. આપણે એ પણ સમજીએ છીએ કે વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતો વગેરે પર્યાવરણના વિવિધ ભાગ છે.
સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 1972માં સંયુક્ત રાષ્ટ્રના 114 સભ્ય દેશોની મળેલી પરિષદે 5 જૂને એક બહુ મહત્ત્વનો ઠરાવ સર્વાનુમતે સ્વીકાર્યો. ઘોષણાપત્રમાં નક્કી કરવામાં આવ્યું કે....
♦ દરેક દેશે વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે પગલાં લેવાં. તેમની રહેણીકરણી માટેના પ્રાકૃતિક સંજોગો જાળવવા. પ્રાકૃતિક સંપત્તિની જાળવણી કરવી.
♦ ઝેરી પદાર્થોનો હવા-પાણીમાં થતો ફેલાવો રોકવો. જળપ્રદૂષણ અટકાવવું.
♦ પર્યાવરણને હાનિ પહોંચવાના પરિણામે ભોગ બનનારને વળતર આપવા તથા તે માટે જવાબદારી નક્કી કરવા યોગ્ય આંતરરાષ્ટ્રીય ધારો વિકસાવવો.
♦ પર્યાવરણ સંબંધી શિક્ષણનો પ્રસાર કરવો. સંશોધન કરવું અને તેની સુરક્ષાની વ્યવસ્થા વિકસાવવી.
♦ પર્યાવરણની ગંભીર બનેલી સમસ્યા પ્રત્યે લોકોને જાગૃત કરવા.
વિશ્વ પર્યાવરણ દિન દર વર્ષે 5 જૂનના રોજ ઊજવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ પર્યાવરણ અંગેની જાગૃતિ અને સુરક્ષાને પ્રોત્સાહિત કરવાનો છે. સૌ પ્રથમ વખત વૈશ્વિક કક્ષાએ પર્યાવરણીય મુદ્દાઓ જેવા કે દરિયાઈ પ્રદૂષણ, વસતીવધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ વગેરે પર જાગૃતિ લાવવા માટે ચર્ચા કરવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા વ્યાવસાયિક, બિન સરકારી સંગઠનો, સમુદાયો, સરકારો અને જાણીતી હસ્તીઓ દ્વારા પ્રદૂષિત પર્યાવરણને સ્વચ્છ કરવા માટે અને તેની જાળવણી કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.
વર્તમાન સમયમાં વધતી વસતીને રહેવા માટે જગ્યા જોઈએ એટલે વનો કાપી વસવાટ માટે ઘરો બાંધવામાં આવે છે. ખેતીમાં વધુ પાક મેળવવા માટે અને પાકમાં પડતી જીવાતનો નાશ કરવા તેના પર દવા છાંટવામાં આવે છે. આવી દવા ખાદ્યપદાર્થોને હાનિકારક બનાવે છે. એટલું જ નહીં દવાના ઉત્પાદક કારખાનાઓને લીધે તેમાં કામ કરતાં શ્રમિકો તેમજ આસપાસ રહેતા રહીશોના આરોગ્યને નુકશાન પહોંચે છે.
ભોપાલ ગેસ દુર્ઘટનાઃ
2 ડિસેમ્બર, 1984ની મધ્ય રાત્રિએ ભોપાલમાં યુનિયન કાર્બાઈડ ઇન્ડિયા લિમિટેડના કારખાનામાંથી મિથાઇલ સાઈનેટ નામનો ઝેરી વાયુ નીકળતાં ગેસ ગળતરનાં કારણે કેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યાં વસતા લોકોના સ્વાસ્થ્ય પર આ ઘટનાની અસર ઘણાં વર્ષો સુધી જોવા મળી.
વિશ્વ પર્યાવરણ દિન પર લેવાના સંકલ્પઃ
પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે માયાળુ બનીશું.
કચરો હંમેશાં કચરાપેટીમાં નાખવાનો આગ્રહ રાખીશું અને અન્યને પણ આમ કરવા માટે પ્રોત્સાહિત કરીશું.
એક વર્ષમાં ઓછામાં ઓછો એક છોડ વાવીશું અને તેનો ઉછેર કરીશું. વૃક્ષોના સંરક્ષણમાં સહકાર આપીશું.
વીજ ઉપકરણો નો ઉપયોગ કર્યા પછી તેને બંધ કરીશું.
પ્લાસ્ટિક/પોલિથિનને બદલે કાગળની અથવા કાપડની થેલીનો ઉપયોગ કરીશું.
તળાવ, નદી, કૂવા જેવા જળસ્રોતોને પ્રદૂષિત કરીશું નહીં. પાણીનો બગાડ કરીશું નહીં તેમજ પાણીનો નળ ઉપયોગ પછી બંધ કરીશું.