-
વિશ્વ રક્તદાતા દિન
વિશ્વ રક્તદાતા દિન
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 જૂનના રોજ 'વિશ્વ રક્તદાતા દિન' (World Blood Donor Day) ઊજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization) રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા, તેમનો આભાર કરવા, રક્તદાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને લોકોમાં રક્તદાનનું મહત્ત્વ સમજાવવા આ દિનની ઉજવણી કરે છે. રક્તદાન કરવું એ માત્ર સમાજ માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
કાર્લ લેન્ડસ્ટેઇનરે એબીઓ રક્તસમૂહ પ્રણાલીની શોધ કરી હતી. તેમની આ શોધ માટે તેમને 1930માં નોબલ પારિતોષિક એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મ 14 જૂન 1868ના રોજ થયો હતો. તેથી તેમના સન્માનમાં W.H.O. એ તેમની જન્મ તારીખે વિશ્વ રક્તદાતા દિન ઊજવવાનું નક્કી કર્યું હતું.
શરીરને વિવિધ કામગીરી કરવા માટે રક્તની જરૂર પડે છે. રક્તની ઉણપ વ્યક્તિના જીવનને જોખમમાં મૂકી શકે છે. રક્તની જરૂરિયાત હોય ત્યારે સમયસર રક્ત પુરું પાડવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. રક્તદાન કરીને રક્તની ઉણપ પૂરી કરીને દર્દીનું જીવન બચાવી શકાય છે. આ કારણોસર લોકોને રક્તદાન માટે જાગૃત કરવામાં આવે છે.
ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત રહે છે તેથી રક્તદાન વિશે જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે. રક્તનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું રક્ત એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે. આપણું રક્તદાન એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે. આપણા દેશમાં લાખો લોકો ગભીર બીમારીઓનો ભોગ બને છે. જેના કારણે પણ લોહીની માંગમાં સતત વધારો થતો રહે છે. તેથી લોકો પણ અન્ય લોકોનું જીવન બચાવવા રક્તદાન કરે તે જરૂરી છે. રક્તદાન કરવાથી સામાન્ય રીતે કોઈ તકલીફ પડતી નથી તેમજ રક્તદાન કરનારને કોઈ પ્રકારની આડઅસર કે બીમારી પણ થતી નથી.
ઘણાં લોકો એવું સમજે છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડે છે અને રક્ત પાછું મેળવવામાં મહિના લાગી જાય છે. એટલું જ નહીં લોકોમાં એ ભ્રમ પણ ફેલાયેલો છે કે નિયમિત રક્ત આપવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. આવા ખોટા ભ્રમને કારણે લોકો રક્તદાનનું નામ સાંભળીને જ આંખ આડા કાન કરી દે છે. વિશ્વ રક્તદાતા દિન સમાજમાં રક્તદાનને લઈને ફેલાયેલા ભ્રમને દૂર કરવાનું અને રક્તદાનને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે.
આજનું આધુનિક વિજ્ઞાન પણ રક્તનું કૃત્રિમ રીતે ઉત્પાદન કરી શક્યું નથી. તેથી રક્તદાતાઓ જે રક્તદાન કરે છે તેના થકી જ લાખો લોકોની જિંદગી બચી રહી છે. આજના ખાસ દિને લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને રક્તની જરૂરિયાતવાળા લોકોની અમૂલ્ય જિંદગીને નવજીવન આપવામાં સહભાગી બનતા હોય છે.
રક્તદાન માટે મોટે ભાગે શિબિરો યોજવામાં આવે છે અથવા બ્લડ બેંકમાં જઈને રક્તદાન કરવામાં આવતું હોય છે. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મદિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યું છે જે ખૂબ જ આવકાર્ય છે. આમ છતાં સૌના સહિયારા પ્રયાસો હજુ પણ ઓછા પડે છે. જેમાં વધારો થાય અને જરૂર પડે ત્યારે દર્દીને સરળતાથી રક્ત મળી રહે તેવી પરિસ્થિતિ સર્જાય તે જ આદર્શ સ્થિતિ કહી શકાય.
માનવીનું લોહી ચાર જૂથ (A, B, AB અને D)માં વહેંચાયેલું હોય છે. જે લોકો રક્તદાન કરવા માગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે, કારણ કે એ લોહી સુરક્ષિત છે કે નહિ તે ખૂબ જ અગત્યની બાબત છે. આ ટેસ્ટમાં HIV અને હિપેટાઈટીસ જેવી બીમારીના ટેસ્ટ સામેલ છે. જે લોહી દ્વારા ફેલાતી બીમારીઓ છે. રક્તદાતાને તેની તબિયત વિશે પણ પૂછવામાં આવે છે અને એ પણ પૂછવામાં આવે છે કે તે કોઈ નશીલા પદાર્થનું સેવન કરે છે કે નહિ. જેથી અસુરક્ષિત લોહીથી બચી શકાય. રક્તદાન પછી રક્તદાતાના શરીર પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડે એટલા માટે રક્તદાતાના શરીરની શારીરિક તપાસ પણ કરવામાં આવે છે. વજન, બ્લડપ્રેશર, હિમોગ્લોબિન, શરીરનું તાપમાન અને રક્તદાતાના પલ્સ રેટની તપાસ કરવામાં આવે છે.
રક્તદાન કોણ કરી શકે ?
ઓછામાં ઓછી 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ
શારીરિક રીતે તંદુરસ્ત વ્યક્તિ
શરીરમાં લોહીની કમી ન હોય તે વ્યક્તિ
ઓછામાં ઓછું 50 કિલો વજન ધરાવતી વ્યક્તિ
ગંભીર રોગ કે લોહીની વિકૃતિ ન હોય તેવી વ્યક્તિ
રક્તદાન કોણ ન કરી શકે ?
રક્તદાન કરવાનું હોય તેના નજીકના સમયમાં કોઈ પણ પ્રકારનું રસીકરણ કરાવ્યું હોય તેવી વ્યક્તિ
શારીરિક રીતે અશક્ત કે નબળા વ્યક્તિ
ગંભીર બીમારીથી પીડિત વ્યક્તિ
બ્લડપ્રેશરની સામાન્ય માત્રા કરતાં ઓછું કે વધુ બ્લડપ્રેશર ધરાવતી વ્યક્તિ
ડાયાબિટીસના દર્દીઓ
સ્તનપાન કરાવતી માતાઓ
18 વર્ષથી નીચેના અને 65 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ
ધૂમ્રપાન, દારૂનું વધુ પડતું સેવન અને માદક દ્રવ્યો/નશીલા પદાર્થોનું સેવન કરતાં લોકો રક્તદાન ન કરી શકે.