-
વિશ્વ સાઇકલ દિન
વિશ્વ સાઇકલ દિન
રોજિંદા જીવનમાં સાઇકલના ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂનને વિશ્વ સાઇકલ દિન (વર્લ્ડ બાઇસિકલ ડે) તરીકે ઊજવવામાં આવે છે. સત્તાવારરૂપે પહેલીવાર વિશ્વ સાઇકલ દિન ૩ જૂન, 2018ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ઊજવવામાં આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્લ્ડ સાઇકલ ડેની ઉજવણી દ્વારા સાયકલને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તેમજ વિકાસ નીતિઓ-કાર્યક્રમોમાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ સભ્ય દેશોને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય, સુખાકારીને મજબૂત કરવા માટે સમાજના તમામ સભ્યોમાં સાઇકલની સવારીને પ્રોત્સાહિત કરવાનો છે. સાઇકલ શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણ (Environment) અને અર્થવ્યવસ્થા (Economy) માટે પણ અનુકૂળ છે.
આ દિવસ બાળકો અને યુવાનોને શારીરિક તંદુરસ્તી જાળવવા, રોગોને થતા અટકાવવા તેમજ પર્યાવરણની જાળવણી માટે સાઇકલના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે. વિશ્વ સાઇકલ દિવસની ઉજવણીનો હેતુ સાઇકલની ઉપયોગિતાને ઓળખ આપવાનો પણ છે. જો શહેરના લોકો પોતાની આસપાસ એટલે નજીકના સ્થળે જવા માટે સાઇકલનો ઉપયોગ કરે તો દરરોજ સેંકડો લિટર પેટ્રોલનો વપરાશ ઘટશે સાથે સાથે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે.
સાઇકલ ચલાવવા માટેની વધુ સુગમતા અને સલામતી રહે તે માટે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જેવાં શહેરોમાં અલગ સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક સાઇકલ પણ પ્રદૂષણ ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે.
સાઇકલ માટે લાઇસન્સઃ
1930માં ગોંડલ સ્ટેટમાં સાયકલ ધારકને નવ પાનાની પુસ્તિકાવાળું લાઇસન્સ (પરવાનો) આપવામાં આવતું. જેમાં મહારાજા ભગવતસિંહજીની સહી હતી. સાયકલ ચલાવનારે લાઇસન્સ (પરવાનો)માં દર્શાવેલા 14 નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું હતું. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ દાખલ કરવામાં આવતો હતો અને જો ગુનો સાબિત થાય તો પાંચ રૂપિયા મહત્તમ દંડ કરવામાં આવતો હતો.
સાઇકલ ચલાવવાના ફાયદાઃ
હ્રદય અને ફેફસાં સ્વસ્થ રહે છે.
નિયમિત અડધો કલાક સાઇકલ ચલાવવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઓછી થાય છે.
શરીરના સ્નાયુઓ સ્વસ્થ અને મજબૂત બને છે.
મન પ્રફુલ્લિત રહે છે અને હતાશા દૂર થાય છે.
શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે છે.
પર્યાવરણની જાળવણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.