-
હેલન કેલર જન્મજયંતી
હેલન કેલર જન્મજયંતી
मूकं करोति बाचालम्, पशुं लंद्रघयते गिरिम् ।
यत्कृपा ठमहं बन्दे परमानन्दं माध्यम् ॥
જો ઈશ્વરની કૃપા થાય તો મૂંગો બોલતો થઈ જાય છે અને પાંગળો પહાડ ઓળંગી જાય છે.
જ્યારે આ શ્લોક બોલીએ ત્યારે થાય કે આ તો માત્ર ભાવના છે! આવું સાચોસાચ થોડું થાય? આવી તો કેવળ ઈશ્વર પાસે પ્રાર્થના કરવાની હોય પણ કેટલાક દિવ્યાંગજનોને જોઈએ ત્યારે આપણને ખાતરી થઈ જાય છે કે આ શ્લોકનો એક એક અક્ષર સત્ય છે. કલ્પનાની સીમા જ્યાં પૂરી થાય ત્યાંથી પણ આગળનું સામર્થ્ય બતાવનારા તથા પૂર્વમાં ગવાયેલા શ્લોકના પશ્ચિમી પ્રતિધ્વનિ સમાન એક મહાન મહિલા એટલે હેલન કેલર.
હેલન કેલરનો જન્મ અમેરિકાના અલાબામા સ્ટેટના ટસ્કમ્બિયામાં 27 જૂન, 1880ના રોજ થયો હતો. 19 મહિનાની ઉંમરે મગજ અને હોજરીની માંદગીના હુમલા પછી તેમણે દૃષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી દીધી હતી. તેમણે છ વર્ષની ઉંમર સુધી ઘરે જ સાંકેતિક ભાષા શીખવાનું શરૂ કર્યું. તેઓ દરેક વસ્તુને સ્પર્શીને, સૂંધીને અને ચાખીને ઓળખતાં. સાત વર્ષની ઉંમરે તેઓ તેમનાં પ્રથમ શિક્ષિકા અને જીવનભરના સાથીદાર ઍની સુલિવાનને મળ્યાં હતાં. જેમણે તેમને વાંચન અને લેખન સહિતની ભાષા શીખવી હતી. તેમણે દૃષ્ટિ દિવ્યાંગ (અંધજન) અને શ્રવણમંદ (બધિરો) માટેના વિશેષ શિક્ષણ અને મુખ્ય પ્રવાહની બંને શાળાઓમાં શિક્ષણ મેળવ્યું. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની રેડક્લિફ કોલેજમાં અભ્યાસ કર્યો. કલાના સ્નાતકની ઉપાધિ મેળવનાર તેઓ પ્રથમ મૂકબધિર અને દૃષ્ટિ દિવ્યાંગ વ્યક્તિ બન્યાં. તેમણે પ્રાણીઓથી લઈને મહાત્મા ગાંધી સુધીના વિષયો પર ઘણા પુસ્તકો, ભાષણો અને નિબંધો લખ્યા હતા. તેમણે શ્રમિકો અને મહિલાઓના મતાધિકાર, શ્રમ અધિકાર, સમાજવાદ અને કટ્ટરપંથી શક્તિઓની સામે ચળવળ ચલાવી હતી.
1924 થી 1968 સુધી 'અમેરિકન ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ' (AFB) માટે કામ કર્યું હતું. તે દરમિયાન તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ (US) સહિત વિશ્વભરના 35 દેશોનો પ્રવાસ કર્યો હતો. 49 વર્ષની વયે તેઓ સફળતાની ઊંચાઈએ પહોંચ્યાં હતાં. હેલન કેલર જીવનમાં કદી નાસીપાસ ન થયાં. આવા શારીરિક પડકારો વચ્ચે પણ તેમણે જિંદગીનો જંગ સફળતાથી જીતી બતાવ્યો. તેઓએ લાખો દિવ્યાંગજનોને પુરુષાર્થ અને હિંમતથી પોતાના જીવનનો રાહ સુપેરે કંડારવાની પ્રેરણા આપી હતી. તેમનું જન્મસ્થળ હવે એક સંગ્રહાલય છે.
હેલન કેલરે બાલ્યાવસ્થામાં જ જોવાની અને સાંભળવાની શક્તિઓ ગુમાવી દીધી હોવા છતાં મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસથી અથાક સંઘર્ષ કરીને જીવનમાં ઊંચાઇઓ સર કરી તેમના જીવનને દર્શાવતી હેલન કેલર અને સુલિવાનની સિદ્ધિ કથા, હેલન કેલરની આત્મકથા -THE STORY OF MY LIFE (1903) તેમજફિલ્મ ને નાટક THE MIRACLE WORKER (ધ મિરેકલ વર્કર) પ્રખ્યાત થયા હતા.
તેમણે સાબિત કરી દીધું કે ગમે તેટલી શારીરિક અક્ષમતા હોય તો પણ દૃઢ સંકલ્પ, આત્મબળ અને માર્ગદર્શન મળે તો દિવ્યાંગ વ્યક્તિ પણ જીવનનાં ગિરિશિખર ચઢી શકે છે. તેમની આવી વિશિષ્ટ સિદ્ધિઓને યાદ કરી બિરદાવવા માટે જ તેમનો જન્મદિન ઊજવવામાં આવે છે.