-
પી.એન. ભગવતી પુણ્યતિથિ
પી.એન. ભગવતી પુણ્યતિથિ
ભારતના સુપ્રીમ કોર્ટના ૧૭મા મુખ્ય ન્યાયાધીશ પી.એન. ભગવતીનો જન્મ ૨૧ ડિસેમ્બર,૧૯૨૧ ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમનું પૂરું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી છે. તેમના પિતા સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ નટવરલાલ એચ. ભગવતી હતા. ભગવતીએ મુંબઈમાં શિક્ષણ મેળવ્યું. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. બોમ્બે યુનિવર્સિટીમાંથી ૧૯૪૧ માં ગણિત (ઓન.) ની ડીગ્રી લીધી હતી. ૧૯૪૨માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેમની ધરપકડ થઈ હતી અને ચાર મહિના ભૂગર્ભમાં રહ્યા હતા. બાદમાં તેમણે બોમ્બેની સરકારી લો કોલેજમાં અભ્યાસ કર્યા પછી બોમ્બે યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી. ભગવતીએ પોતાની કારકિર્દીની શરૂઆત બોમ્બે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા કરી હતી.
જુલાઇ,૧૯૬૦માં તેઓને ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણુક કરવામાં આવ્યા. સપ્ટેમ્બર,૧૯૬૭માં તેઓને તે અદાલતના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૭ ડિસેમ્બર, ૧૯૬૭ થી ૨૫ ડિસેમ્બર, ૧૯૬૭ અને ૧૭ માર્ચ, ૧૯૭૩ થી ૩ એપ્રિલ, ૧૯૭૩ એમ બે પ્રસંગોએ તેમણે ગુજરાતના રાજ્યપાલ તરીકે કામચલાઉ કાર્ય કર્યુ હતું. જુલાઈ,૧૯૭૩માં તેઓ ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થયા. ૧૨ જુલાઇ,૧૯૮૫ ના રોજ તેઓ ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. ૧૨ જુલાઈ, ૧૯૮૫ થી ૨૦ ડિસેમ્બર, ૧૯૮૬ સુધી ભારતની સુપ્રીમ કોર્ટના ૧૭મા મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી.સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે, ભગવતીએ ભારતીય ન્યાયિક પ્રણાલીમાં જાહેર હિતની દાવા અને સંપૂર્ણ જવાબદારીની ખ્યાલો રજૂ કર્યા. તેથી તેમને ન્યાયમૂર્તિ વી.આર. કૃષ્ણ ઐય્યર સાથે દેશમાં ન્યાયિક પ્રવૃતિના પ્રણેતા ગણવામાં આવે છે.
૧૯૮૨માં તેઓ કોલંબિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલ અમેરિકન એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સના ફેલો તરીકે ચૂંટાયા હતા. તેઓ ૧૯૯૫ થી ૨૦૦૯ સુધી સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર સમિતિના સભ્ય હતા. ૨૦૯૧-૦૩માં તેઓ આ સમિતિના અધ્યક્ષ પણ હતા. તેમણે ૨૭ વર્ષથી વધુ સમય માટે ૨૦૦૬ સુધી આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનની નિષ્ણાતોની સમિતિના સભ્ય તરીકે પણ કામ કર્યું હતું. તેઓ ૬ મે,૨૦૧૧ ના રોજ શ્રી સત્ય સાઈ ઇન્સ્ટિટટ્યુટ ઓફ હાયર લર્નિંગના કુલપતિ તરીકે નિયુક્ત થયા હતા.
૨૦૦૭માં ભગવતીને જાહેર બાબતોમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ન્યાયાધીશ ભગવતીનું નવી દિલ્હી સ્થિત તેમના ઘરે ટૂંકી બિમારી બાદ ૯૫ વર્ષની વયે ૧૫ જૂન, ૨૦૧૭ ના રોજ અવસાન થયું હતું. તેમની અંતિમ વિધિ ૧૭ જૂને કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભારતના કાયદાકીય બંધુત્વનું ગૌરવ ગણાવતાં તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.