ગોધરામાં MET સ્કૂલ પાસેથી 314 કિલો ગૌમાંસ જપ્ત, 3 આરોપી ફરાર, પોલીસ તપાસ ચાલુ.
Published on: 11th July, 2025
ગોધરા પોલીસે હમીરપુર રોડ પર MET સ્કૂલ પાસેથી 314 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કર્યું. સુફિયાન કલંદર, મોહમ્મદ બોકડો અને સમીર સકલા કારમાં ગૌવંશ લાવી કતલ કરતા હતા. પોલીસે રૂ. 63,830 નો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં ગૌમાંસ, વજનકાંટો અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે. પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી, ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.