Quad Summitમાં પાકિસ્તાન થયુ બેનકાબ
Quad Summitમાં પાકિસ્તાન થયુ બેનકાબ
Published on: 02nd July, 2025

QUAD દેશો (ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા) ના વિદેશ મંત્રીઓની વોશિંગ્ટન ડીસીમાં બેઠક યોજાઈ હતી. જેમાં 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની સખત નિંદા કરવામાં આવી હતી, જેમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. QUAD દેશોએ આતંકવાદી હુમલાના આયોજકોને ન્યાયના કઠેડામાં ધકેલવાની વાત કરી હતી અને સરહદ પારના આતંકવાદ સહિત તમામ પ્રકારની હિંસાનો વિરોધ કર્યો હતો. તેઓએ UN ના સભ્ય દેશોને તપાસમાં સહયોગ કરવા અપીલ કરી હતી. QUAD એ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સ્વતંત્રતા અને કાયદાના શાસન માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.