હારીજ નગરપાલિકામાં ફોન નહીં ઉપાડવા મુદ્દે વિવાદ, નગરસેવિકાના પતિએ ટેક્સ ઇન્સ્પેક્ટર  ને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ.
હારીજ નગરપાલિકામાં ફોન નહીં ઉપાડવા મુદ્દે વિવાદ, નગરસેવિકાના પતિએ ટેક્સ ઇન્સ્પેક્ટર ને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ.
Published on: 11th July, 2025

હારીજ નગરપાલિકામાં ટેક્સ ઇન્સ્પેક્ટર ને વોર્ડ નંબર 4 ની મહિલા નગર સેવિકાના પતિએ ફોન ન ઉપાડવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી. ટેક્સ ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીએ ઓફિસના કામમાં વ્યસ્ત હોવાને કારણે ફોન ન ઉપાડ્યાનું કારણ જણાવ્યું. આથી નગરસેવિકાના પતિ ઉશ્કેરાઈ ગયા હતા અને ધમકી આપી હતી. પોલીસે BNS 224, 352, 351(4) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.