કોલકાતા ગેંગરેપ: ત્રણ આરોપીઓની કસ્ટડી 8 જુલાઈ સુધી લંબાવાઈ: લો કોલેજે મનોજિત મિશ્રાને નોકરીમાંથી કાઢી મૂક્યો
કોલકાતા ગેંગરેપ: ત્રણ આરોપીઓની કસ્ટડી 8 જુલાઈ સુધી લંબાવાઈ: લો કોલેજે મનોજિત મિશ્રાને નોકરીમાંથી કાઢી મૂક્યો
Published on: 02nd July, 2025

કોલકાતા લો કોલેજની વિદ્યાર્થિની પર થયેલ ગેંગરેપના આરોપીઓની પોલીસ કસ્ટડી 8 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. મુખ્ય આરોપી મનોજીત મિશ્રા, ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જીની ધરપકડ કરવામાં આવી હતી. કોલેજે મનોજીત મિશ્રાને નોકરીમાંથી કાઢી મુક્યો છે અને અન્ય બે આરોપીઓને સસ્પેન્ડ કર્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મનોજીતના શરીર પર પીડિતાએ બચાવમાં કરેલા નખના નિશાન હતા. પોલીસે આરોપીઓના મોબાઈલ કોલ રેકોર્ડ્સ તપાસ્યા અને CCTV ફૂટેજ મેળવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પ્લાનિંગ કરીને ગુનો કર્યો હતો. CBI તપાસ માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.