SA vs ZIM Test - મલ્ડર વિદેશમાં સૌથી વધુ સ્કોર કરનાર બેટર બન્યો: 367 રન બનાવ્યા, સાઉથ આફ્રિકાએ 626/5 પર પોતાનો પહેલો દાવ ડિક્લેર કર્યો
Published on: 08th July, 2025
સાઉથ આફ્રિકાના કેપ્ટન "વિઆન મલ્ડરે" બુલાવાયો ટેસ્ટમાં ઝિમ્બાબ્વે સામે 367* રન બનાવ્યા, જે બ્રાયન લારાના 400 રનના રેકોર્ડથી થોડા જ દૂર રહ્યા. આ સાથે, મલ્ડર ઘરની બહાર સૌથી વધુ સ્કોર બનાવનાર બેટર બની ગયા. પોતાની પહેલી કેપ્ટન તરીકેની ટેસ્ટમાં, મલ્ડરે વીરેન્દ્ર સેહવાગ પછી સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી, જેમાં 49 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. LUNCH break સુધી તેઓ અણનમ રહ્યા છતાં, સાઉથ આફ્રિકાએ 625/5 પર ઇનિંગ ડિક્લેર કરી. આ ઇનિંગ દરમિયાન, મલ્ડરે હાશિમ અમલાના 311 રનનો રેકોર્ડ પણ તોડ્યો. ઝિમ્બાબ્વેએ દિવસના અંત સુધીમાં 1 વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા.