PM Modi Ghana Visit: ભારત માટે કેટલી મહત્ત્વપૂર્ણ છે આ યાત્રા
Published on: 02nd July, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 6 દેશોની 5 દિવસની મુલાકાતે રવાના થયા છે, જેમાં આર્જેન્ટિના, ત્રિનિદાદ, ટોબેગો, નામિબિયા, બ્રાઝિલ અને ઘાનાનો સમાવેશ થાય છે. આ મુલાકાત ગ્લોબલ સાઉથ સાથેના ભારતના સંબંધો માટે મહત્વપૂર્ણ છે. PM મોદી ઘાનાથી પ્રવાસ શરૂ કરશે, જ્યાં તેઓ છેલ્લા 30 વર્ષમાં મુલાકાત લેનારા પહેલા ભારતીય પ્રધાનમંત્રી હશે. ભારતની સોનાની માંગનો 70% ભાગ ઘાનાથી આવે છે. ભારત અને ઘાના વચ્ચે $3.13 બિલિયનનો વેપાર છે, જે વધવાની ધારણા છે. PM મોદીની મુલાકાતનો ઉદ્દેશ્ય આર્થિક, વ્યાપાર, વિકાસ પ્રોજેક્ટ્સમાં સહયોગ વધારવાનો છે, ખાસ કરીને IT, pharmaceuticals, કૃષિ અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં. આ મુલાકાતથી સ્ટાર્ટઅપ્સ અને renewable energyમાં પણ તકો ખુલશે.