ઇઝરાયલે ગાઝા પર ફરી બોમ્બ વરસાવ્યા, 34 લોકોના મોત
ઇઝરાયલે ગાઝા પર ફરી બોમ્બ વરસાવ્યા, 34 લોકોના મોત
Published on: 28th June, 2025

ઇઝરાયલે ગાઝા પર શુક્રવાર અને શનિવારે હુમલા કર્યા જેમાં ઘણા લોકો માર્યા ગયા. શિફા હૉસ્પિટલના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, ગાઝા શહેરના ફલિસ્તીન સ્ટેડિયમમાં 12 લોકોના મોત થયા, જ્યારે આરોગ્ય કર્મચારીઓનું કહેવું છે કે હુમલામાં આશરે 34 લોકો માર્યા ગયા છે. હૉસ્પિટલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગાઝા માં મુવાસીમાં વિસ્થાપિત લોકો માટે લગાવવામાં આવેલા તંબુ પર હુમલામાં 6 લોકો માર્યા ગયા છે. આ હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.