સપ્ટેમ્બરના 10 મોટા ફેરફારો: ગેસ સસ્તો, ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ, TAX રિટર્નની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર.
સપ્ટેમ્બરના 10 મોટા ફેરફારો: ગેસ સસ્તો, ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ, TAX રિટર્નની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર.
Published on: 01st September, 2025

સપ્ટેમ્બરમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, ચાંદીના દાગીના પર હોલમાર્કિંગનો નિયમ લાગુ અને આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹51.50 સસ્તો થયો છે. સોના પછી ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત થયું. ATF સસ્તું થવાથી હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે. SBI CARDના રિવોર્ડ પોઈન્ટ પ્રોગ્રામમાં ફેરફાર થશે. આ સિવાય અન્ય ઘણા ફેરફારો થશે જેની અસર તમારા ખિસ્સા પર પડશે.