PCBનો મોટો નિર્ણય: પાકિસ્તાન હવે WCLમાં નહીં રમે, ભારતના ન રમવા પર મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ; સાઉથ આફ્રિકા ચેમ્પિયન બન્યું.
PCBનો મોટો નિર્ણય: પાકિસ્તાન હવે WCLમાં નહીં રમે, ભારતના ન રમવા પર મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ; સાઉથ આફ્રિકા ચેમ્પિયન બન્યું.
Published on: 04th August, 2025

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પાકિસ્તાનને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)માં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે પાકિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે PCBએ આ નિર્ણય લીધો. બોર્ડ ઑફ ગવર્નર્સની 79મી બેઠકમાં મોહસીન નકવીની અધ્યક્ષતામાં આ જાહેરાત થઈ. PCBએ નિવેદનમાં જણાવ્યું હતું કે નિષ્પક્ષ રમતના સિદ્ધાંતોની અવગણનાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સે WCL ટાઇટલ જીત્યું.