DRM એ અમૃત ભારત યોજના સહિતના વિકાસકામોનું નિરીક્ષણ કર્યું,
DRM એ અમૃત ભારત યોજના સહિતના વિકાસકામોનું નિરીક્ષણ કર્યું,
Published on: 23rd August, 2026

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના DRM વેદ પ્રકાશે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, ભીલડી અને પાલનપુર રેલવે સ્ટેશનોની મુલાકાત લીધી હતી. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળના કામો, યાત્રી સુવિધાઓ, સ્વચ્છતા, સુરક્ષા અને નિર્માણ કામોની ગુણવત્તાની સમીક્ષા કરી. મહેસાણા સ્ટેશન પર વિવિધ પ્લેટફોર્મ, પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છતા અને સંચાલનનું નિરીક્ષણ કર્યું. પાટણ સ્ટેશન પર નિર્માણાધીન ફુટ ઓવરબ્રિજ અને લિફ્ટ સુવિધાની પ્રગતિ જાણી. ભીલડી સ્ટેશન પર પ્રતિક્ષાલય, શૌચાલય, રિટાયરિંગ રૂમ, લિફ્ટ અને કાર્યાલયોની મુલાકાત લીધી. પાલનપુર સ્ટેશન પર ધારાસભ્ય અનિકેત ઠાકર સાથે રોડ અંડરબ્રિજ, લેવલ ક્રોસિંગ, રોડ ઓવરબ્રિજ અને યાત્રી સુવિધાઓ અંગે ચર્ચા કરી.