વડોદરામાં વરસાદની મહેરબાની વચ્ચે ભ્રષ્ટાચારનો ભુવો
વડોદરામાં વરસાદની મહેરબાની વચ્ચે ભ્રષ્ટાચારનો ભુવો
Published on: 13th September, 2026

વડોદરાના કરજણ પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશ છે, પણ શહેરમાં ભ્રષ્ટાચારનો ભુવો બહાર આવ્યો છે. ઊંડેરા તળાવથી રિફાઇનરીને જોડતા વ્યસ્ત માર્ગ પર 5-6 ફૂટનો મોટો ભુવો પડ્યો છે, જેના કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. માત્ર દોઢ વર્ષ પહેલાં જ બનેલા આ રોડની નબળી ગુણવત્તા સામે સ્થાનિકોમાં રોષ છે. તેઓએ રોડના નિર્માણની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ અને જવાબદાર કોન્ટ્રાક્ટર-અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.