ભુજ-ખાવડા રોડ પર 65km/hr થી વધુ પવન સાથે ભયાનક ધૂળની આંધી
ભુજ-ખાવડા રોડ પર 65km/hr થી વધુ પવન સાથે ભયાનક ધૂળની આંધી
Published on: 13th July, 2026

કચ્છના વેકરીયાના રણ વિસ્તારમાં, ભુજ-ખાવડા રોડ પર 67 કિલોમીટર પ્રતિ કલાકની અત્યંત તેજ ગતિએ પવન ફૂંકાવાને કારણે ભયાનક ધૂળની ડમરીઓ અને આંધી જોવા મળી રહી છે. આ ધૂળના તોફાનને કારણે રસ્તા પર વિઝિબિલિટી સાવ ઘટી ગઈ છે, જેનાથી હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાવાનું જોખમ અનેકગણું વધી ગયું છે. પશુઓ માટે ચરિયાણની તીવ્ર તંગી ઊભી થઈ છે, જેના કારણે માલધારીઓને મોંઘો ઘાસચારો ખરીદવાની ફરજ પડી રહી છે. સ્થાનિક રહીશોમાં શ્વાસ અને ફેફસાંને લગતી બીમારીઓ વધવાની શક્યતા છે.