સરખેજ-ધોળકા રોડ પર લોડેડ ટ્રક અને આઈસર વચ્ચે ભયાનક ટક્કર
સરખેજ-ધોળકા રોડ પર લોડેડ ટ્રક અને આઈસર વચ્ચે ભયાનક ટક્કર
Published on: 15th July, 2026

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર બાકરોલ નજીક લોડેડ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ભયાનક અકસ્માત થયો, જેમાં આઇસર ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું. આઇસરની કેબિન કાપી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. ટ્રક ડ્રાઇવરને પણ ગંભીર ઇજાઓ થઈ. વન-વે ટ્રાફિક અને સાઇન બોર્ડના અભાવે આ દુર્ઘટના બની. નવા બનેલા રોડ પર તંત્રની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે, જેના કારણે વાહનચાલકો બેફામ ગતિએ વાહન ચલાવે છે.